ભુજ હોસ્પિટલમાંથી ભાગેલો કોરોનાનો દર્દી અંજાર પકડાયો

  • August 01, 2020 10:22 AM 634 views

  • જી.કે.માંથી ભાગેલા કોરાનાગ્રસ્ત શખ્સ સામે નોંધાયો ગુનો

ગાંધીધામ : કચ્છમાં સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહૃાો છે. તેવામાં લોકોમાં ભય અને ફફડાટ પણ ફેલાયો છે. તેવામાં ગઈ કાલે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની બેદરકારીના કારણે અંજારના મફત નગરમાં રહેતા આધેડનો કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં જ જી.કે જનરલ હોસ્પિટલ માંથી રાફુચક્કર થઈ જતા તત્રં દોડતું થઈ ગયું હતું અને ભુજ ઉપરાંત અંજાર તેમજ અન્ય જગ્યાઓએ આ કોરોનાગ્રસ્ત આધેડની શોધખોળ આદરી હતી. પરંતુ આ આધેડ પોતાનો મોબાઈલ બધં કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેમ કયાંય મળ્યો ન હતો. જેના કારણે અંજાર પોલીસ દ્રારા કોરોનાગ્રસ્ત આધેડને ગોતવા તેના ઘર ઉપરાંત અન્ય જગ્યાઓએ તેની આખી રાત શોધખોળ કરી હતી. જે સંદર્ભે છેક સવારે આ આધેડ અંજારના રેલ્વે સ્ટેશને મળી આવતા તંત્રએ હાશકારો લીધો હતો અને તેને ફરી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલને સોંપવામાં આવ્યો હતો.


તા. ૨૯૭ના અંજારમાં મફત નગરમાં રહેતા અને વેલ્સપન કંપનીમાં કામ કરતા ૪૮ વર્ષીય સીતારામ કુનવરનો કોરોના રિપોર્ટ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લેવામાં આવ્યો હતો. જે બાદ તેને એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ આ આધેડે એકલતાનો લાભ લઇ રાત્રી વચ્ચે જ સરકારી બસમાં બેસી અંજાર આવવા નીકળી પડો હતો. યાં પોતાના ઘરે આવી થોડો સમય કાઢા બાદ બીકના માર્યા પોતાનો મોબાઈલ બધં કરી કયાંક જતા રહૃાા હતા. બાદમાં સાંજે તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તત્રં તેને શોધવા નીકળ્યું હતું. પરંતુ તે હોસ્પિટલમાં ન મળતા દોડધામ મચી ગઇ હતી અને બાદમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરતા તે કોરોનાગ્રસ્ત આધેડ સરકારી બસમાં બેસી હોસ્પિટલ માંથી ભાગી ગયો હોવાની ખુલ્યું હતું. જે સંદર્ભે તત્રં દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા નાકાબંધી પણ કરવામાં આવી હતી અને અંજાર પોલીસે તેના ઘર ઉપરાંત અન્ય જગ્યાએ વોચ ગોઠવી હતી. બાદમાં છેક વહેલી સવારે આ આધેડ અંજારના રેલ્વે સ્ટેશને સૂતો ઝડપાયો હતો. આ બાબતે પોલીસે આધેડને પૂછતા તે પોલીસની બીકે રેલ્વે સ્ટેશને જ સુઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી અંજાર પોલીસે આરોગ્ય વિભાગને જાણ કરતા અંજારની ટિમ આવી પહોંચી હતી અને તેને એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ગુરૂવારે બોપોરે નાસી છૂટેલા અંજારના કોરોના ગ્રસ્ત દર્દી સીતારામ કુનવર (ઉ.વ.૪૮) વિરૂધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં જનરલ હોસ્પિટલના ચેપ સંક્રમણ વિભાગના દર્શનભાઇ અરવિંદભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપી સામે કલેકટરના જાહેરનામા ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમિક એકટની વિવિધ કલમો તળે ગુનો નોંધીને પીએસઆઇ વી.આર.ઉલ્વાએ તપાસ હાથ ધરી છે. જો કે, શુક્રવારે વહેલી સાવારે દર્દીને અંજાર પોલીસે અંજારના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application