દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૪૨૦૦નાં મોત

  • May 08, 2021 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેસ પણ ચાર લાખને પાર: દર્દીઓની રિકવરીનો રાષ્ટ્ર્રીય દર ૮૧.૯૫ ટકા થઈ ગયો

 

 

ભારતમાં કોરોના રોગચાળો ભયંકર સ્વપ લઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ૪ લાખથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. તે જ સમયે, કોવિડની પકડને કારણે, મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. વલ્ર્ડેામીટર અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં, ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડ ૪૨૦૦ કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જે એક જ દિવસ માં સૌથી વધુ મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

 


વલ્ર્ડેામીટર અનુસાર, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે, ૪,૦૧,૨૧૭ નવા કેસ નોંધાયા છે. ૪,૧૯૪ કોવિડ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા ૩૭ લાખની ઉપર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ નવા કેસ ૪,૦૧,૨૧૭ છેલ્લા ૨૪ કલાકમાં કુલ મૃત્યુ ૪,૧૯૪. દેશમાં કોરોના સંક્રમિતોના કુલ આંકડા ૨,૧૮,૮૬,૫૫૬ છે.

 


દેશમાં બેકાબૂ કોરોના સંક્રમણની ગતિ વચ્ચે દર્દીઓની રિકવરીનો રાષ્ટ્ર્રીય દર ૮૧.૯૫ ટકા થઈ ગયો છે. યારે કોવિડ –૧૯ રોગચાળો મૃત્યુ દર ૧.૦૯ ટકા છે. એવું અનુમાન કરવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોની સંખ્યાને સૌથી વધુ અસર કરશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS