બ્રાઝિલમાં કોરોનાનું તાંડવ: એક દિવસમાં રેકોર્ડબ્રેક 3251 લોકોના મોત

  • March 25, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રાઝિલ રાષ્ટ્રપ્રમુખ પર બેદરકારીનો આક્ષેપ, હોસ્પિટલોની સ્થિતિ ખરાબદક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસની જીવલેણ ગતિએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમ વખત એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપ્ને કારણે 3000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દરરોજ કોરોના વાયરસથી થતા મોત મામલે બ્રાઝિલ વિશ્વમાં ટોપ પર છે. છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં 3251 લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.

 


બ્રાઝિલનું સૌથી વધુ વસ્તી ધરાવતાં રાજ્ય સાઓ પાઉલોમાં 1021 મૃત્યુ થયા છે, જે અગાઉના સૌથી વધુ 713ની સંખ્યા કરતા ઘણા વધારે છે. ગયા વર્ષે જુલાઈમાં અહીં કોવિડ -19ને કારણે 713 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રોગચાળો લગભગ બ્રાઝિલની આરોગ્ય પ્રણાલીનો નાશ કરી ચૂક્યો છે. હોસ્પિટલોમાં આઈસીયુ બેડ અને ઓક્સિજન ભંડારની અછત છે. તાજેતરના સમયમાં મોટાભાગના રાજ્યોએ પ્રતિબંધો પણ મૂક્યા છે.

 


બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ રોગચાળાની ગંભીરતાની અવગણના કરી છે અને કહ્યું છે કે અર્થતંત્ર ચાલુ રાખવું જ જોઇએ જેથી તેની સ્થિતિ ન બગડે. સ્થાનિક નેતાઓ દ્વારા લેવામાં આવતા આરોગ્યલક્ષી પગલાંની પણ તેમણે ટીકા કરી હતી. શુક્રવારે તેમણે બે રાજ્યો અને બ્રાઝિલના ફેડરલ ડિસ્ટ્રિક્ટ દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુને અમાન્ય કરવા માટે કોર્ટને અપીલ કરી હતી. આ સંદર્ભે કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, રાજ્યપાલ અને મેયરને આવા પ્રતિબંધો લાદવાનો અધિકાર છે.

 


જ્હોન્સ હોપક્ધિસ યુનિવર્સિટીના આંકડા મુજબ બ્રાઝિલમાં કુલ મૃત્યુઆંક 300,000ની નજીક પહોંચી ગયો છે, જે કોવિડ -19થી મૃત્યુની બાબતમાં વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે છે. મૃત્યુ અને ચેપ્ના મામલે અમેરિકા હજી ટોપ પર છે. જ્યારે, ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. રસીકરણ પછી પણ ચેપ્ની વધતી ગતિએ વિશ્વની ચિંતા વધારી દીધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS