કોરોના ફરી ડબલ ફિગર પર : કોર્પોરેશન વિસ્તારમાં એક જ દિવસમાં ૧૨ કેસ

  • February 27, 2021 08:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોજના કોરોના કેસ સંખ્યા ફરી ડબલ ફિગર પર પહોંચી છે. શુક્રવારે  ૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં હમણાં જ ચૂંટણી પુરી થઈ તે ભાવનગર શહેરમાં ૧૨ કેસ છે જ્યારે તાલુકાઓમાં એક કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આવતી કાલે મતદાન છે જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૫૮ કેસો પૈકી ૨૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

 

 

ભાવનગર જિલ્લામા  ૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૯ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૧ કેસ  પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમા ૯ કેસ મળી કુલ ૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૫૮ કેસ પૈકી હાલ ૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS