જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશથી પરત ફરેલ ચાર વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં વિદેશથી પરત ફરેલ કુલ ૩૬ વ્યક્તિઓ પૈકી ૨૪ વ્યક્તિઓનું ૧૪ દિવસ માટેનું ઓબ્ઝર્વેશન પુર્ણ થયું છે અને તમામ તંદુરસ્ત છે.ભાવનગર શહેર તથા જિલ્લામા કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામા આવી છે. જે અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણાએ જણાવ્યુ હતુ કે લોકોની સલામતી માટે તંત્ર દ્વારા સઘન પગલાઓ લેવામા આવશે. કોરોના વાયરસથી લોકોએ ડરવાની બિલકુલ જરૃર નથી. જાહેરમા લોકો એકઠા થવાનુ ટાળે અને કોરોના વાયરસના સંક્રમણથી બચવા અંગેની મહત્તમ જાગૃતિ કેળવે.
આ વાયરસ સામે સાવચેતી એ જ સલામતી છે અને તેથી જ રાજ્ય સરકાર દ્વારા આપવામા આવેલી સુચનાઓનો ભાવનગર જિલ્લામા અસરકારક અમલ કરવામા આવી રહ્યો છે. કુલ ૪ વ્યક્તિઓ વિદેશથી ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમા પરત ફરેલ છે. જેઓની તબિયત સારી હોવાનુ તંત્ર દ્વારા જણાવાયુ છે તેમજ સરકારની સુચના અનુસાર ૧૪ દિવસ માટે હાલ ક્વોરોન્ટાઈનની તેઓને સુચના આપવામા આવેલ છે.ઉલ્લેખનીય છે કે, ભાવનગર ગ્રામ્ય વિસ્તારમા કુલ ૩૬ વ્યક્તિઓ વિદેશ મુસાફરી કરી પરત ફરેલ છે. જે પૈકીના ૨૪ વ્યક્તિઓને ૧૪ દિવસ માટે ઓબ્ઝર્વેશન પુર્ણ થયેલ છે અને તેઓની તબિયત તંદુરસ્ત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech