રાજકોટ અને જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં કોરોનાનો કાળો કેર દિન પ્રતિદીન વધતો જાય છે, સ્મશાનોમાં પણ કલાકો સુધી વેઇટીંગ કરવું પડે છે, ચારેકોર કોરોનાના હાઉથી લોકો ભયભીત થઇ રહયા છે, ગઇકાલે બપોરના ૧ વાગ્યાથી આજે સવારના ૯ વાગ્યા સુધીમાં જામનગરના ૧૦ સહિત કોવિડ હોસ્પીટલમાં કુલ ૨૨ના મોત થઇ ચુકયા છે. રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને ૨૪ કલાકમાં ૨૪ના મોત થાયા છે અને મૃત્યુઆકં સતત વધતો જાય છે. કોવિડ હોસ્પીટલ સમરાંગણ બની ચુકી છે ત્યારે યમરાજાએ હવે તો જાણે કોવિડ હોસ્પીટલ પાસે પોતાનું કાયમી નિવાસ સ્થાન કરી દીધુ હોય તેમ જણાય છે, જામનગર શહેરમાં ૮૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૫ સહિત ૧૫૧ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે અનેક લોકોને હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે, કોરોનાની ભયંકર મહામારીના અેંધાણ ગુજરાતમા જોવા મળે છે, પરિસ્થીતી દિન પ્રતિદીન ચિંતાજનક બનતી જાય છે. જયારે ૮૯ દર્દીઓને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
કોરોનાનું સંક્રમણ બેકાબુ થઇ ગયુ છે, બીજી તરફ જામનગરમા પણ આજથી રાત્રે ૮ થી ૬ દરમ્યાન રાત્રી કર્ફયુ લગાવવામાં આવ્યો છે, ગામડાઓની હાલત ખુબ જ ખરાબ થતી જાય છે, જામનગર શહેરની તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસાગર ઉધાન તેમજ બાગ બગીચા આજથી બધં કરી દેવામાં આવે તેવી શકયતા છે, લોકોને પણ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક પહેરી રાખવા તત્રં સુચના આપી રહયું છે, છતા પણ જામનગર શહેરમાં જે રીતે મોત વધતા જાય છે તે ખુબ જ ચિંતાજનક છે. ડીએમસીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જામનગર શહેરમાં ૨૫૬૪૫૦ લોકોના સેમ્પલ લેવાયા છે અને હજુ પણ ધનવંતરી અને સંજીવની રથ દ્રારા તેમજ મહાપાલીકાના દ્રારે ટેસ્ટીંગ કરવામાં આવી રહયા છે, ગઇકાલના સત્તાવાર યાદીમા જણાવ્યા અનુસાર ૮૬ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે ૫૯ લોકોને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૭૦૨૮ લોકોના સેમ્પલ લેવાયા છે, આજના નવા ૬૫ કેસ આવ્યા છે જેની સામે ૩૦ને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
કોરોનાનો રાક્ષસ એક પછી એકના જીવ લેતો જાય છે, જામનગરના ૧૦, મોરબીના ૫ તેમજ દ્રારકા, ઢીચડા, વાંકાનેર, ખંભાળીયા અને કાલાવડના એક–એક દર્દીના મૃત્યુ થયા છે, અત્યાર સુધીમાં ૧૧૭૨ લોકોના મૃત્યુ થઇ ચુકયા છે. કાળમુખો કોરોના એક પછી એકનો ભોગ લેતો જાય છે હવે તાત્કાલીક લોકડાઉનની જરૂર છે પરંતુ સત્તાધીશોએ માત્ર રાત્રી કર્ફયુ લગાવીને પોતાની ફરજ પુરી છે, જે રીતે સ્મશાનોમાં પણ વેઇટીંગ શરૂ થઇ ચુકયુ છે જામનગરમાં મોતનું તાંડવ ફેલાઇ રહયું છે હવે કોરોના કાબુ બહાર જઇ રહયો છે, હવે તેને ઝડપથી કન્ટ્રોલમાં લેવો મુશ્કેલ છે, કોવિડ હોસ્પીટલમાં ૬૫૦ થી વધુ દર્દીઓ સારવાર લઇ રહયા છે જેમાં અનેક દર્દીઓેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
કોરોનાના અનેક દર્દીઓને ઓકસીજનની ખુબ જ જરૂર છે, ૭૫ ટકા દર્દીઓ ઓકસીજન ઉપર છે હજુ કેટલાકના મૃત્યુ થાય તેવી સ્થીતીનું નિર્માણ થયુ છે ત્યારે લોકોએ પણ સમજી વિચારીને માસ્ક પહેરવુ જોઇએ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું જોઇએ છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ના મૃત્યુ થઇ ચુકયા છે અને મૃત્યુઆકં દિન પ્રતિદીન વધતો જાય છે તે ખુબ જ ચિંતાજનક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech