કોરોના હવે આપણો થઇ ગયો, ટ્રાવેલ નહીં લોકલ ટ્રાન્સમિશન શરૂ થયું છે

  • April 07, 2020 10:26 AM 327 views


ગુજરાતમાં એક જ દિવસમાં ૧૬ કેસો વધ્યાં છે, રાયના ૧૫ જિલ્લામાં પ્રસર્યેા છે, જો કે હજી ગ્રામ્ય વિસ્તારો સુરક્ષિત હોવાનો દાવો

વિદેશથી આવેલા પ્રવાસીને કોરોના પોઝિટીવ કેસ હોય અને લોકલ વ્યકિતને તેનું સંક્રમણ થાય તે બાબત હવે જૂની થઇ ચૂકી છે. હવે કોરોના વાયરસ આપણો થઇ ગયો છે. ટ્રાવેલ નહીં પણ લોકલ ટ્રાન્સમિશન શ થયું છે. આરોગ્ય વિભાગમાં નોંધાયેલા આંકડા પ્રમાણે એવાં લોકો જોવા મળ્યા છે કે જેમને ખબર પણ નથી કે તેમને કયાંથી કોરોનાનો ચેપ લાગ્યો છે.


ભારતમાં ૨૧ દિવસના લોકડાઉનમાં વિદેશી લાઇટો બધં છે તેથી વિદેશીઓ હવે ભારતમાં આવતા નથી. ગુજરાતમાં પણ હવે કોઇ વિદેશી આવતો નથી. હવે જે કેસ વધી રહ્યાં છે તે લોકલ ટ્રાન્સમિશનના કારણે છે. સોમવારે લોકલ ટ્રાન્સમિશનના કેસોની સંખ્યા સાત જોવા મળી છે. ગુજરાતમાં એક જ દિવસમાં ૧૬ કેસો વધ્યાં છે. જો કે રાયના ગ્રામ્ય વિસ્તારો હજી પણ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. યંતિ રવિએ કરેલા એનાલિસીસ પ્રમાણે ૧૪૪ કેસોમાં વિદેશથી આવેલા વ્યકિતઓને ચેપ લાગ્યો હોય તેવા કેસોની સંખ્યા ૩૩ છે જે હવે વધતી નથી. આંતરરાય કેસોની સંખ્યા ૨૬ છે જે વધતી જાય છે, યારે ૮૫ કેસ એવા છે કે જે લોકલ ટ્રાન્સમિશનથી થયાં છે. ગુજરાતમાં કુલ ૧૧ના મોત થયાં છે જે પૈકી બે વિદેશી, બે આંતરરાય અને સાત લોકલ વ્યકિતના છે. રાયમાં અત્યાર સુધી સારવાર પછી ડિસ્ચાર્જ કર્યા હોય તેવા દર્દીઓની સંખ્યા ૨૧ થઇ છે.


ગુજરાતના ૩૩ પૈકી કુલ ૧૫ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ જોવા મળ્યા છે. સૌથી વધુ ૬૪ કેસો અમદાવાદના છે. એ ઉપરાંત સુરતમાં ૧૭ કેસો છે. રાજકોટમાં ૧૦ કેસો છે. ગાંધીનગરમાં ૧૩ કેસો છે. ભાવનગરમાં પણ ૧૩ કેસો છે. પોરબંદરમાં ત્રણ કેસ થયેલા છે. કચ્છ, મહેસાણા, ગીર સોમનાથ અને પાટમમાં બે–બે કેસ સામે આવ્યા છે. પંચમહાલ, છોટાઉદેપુર, જામનગર અને મોરબીમાં એક–એક કેસ જોવા મળ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application