રાજકોટ રામભરોસે: કોરોનાના કેસ 25000ને પાર

  • April 17, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે બપોર સુધીમાં 324 કેસ: હવે ટેસ્ટ કરાવવા માટે પણ ભલામણો કરવી પડે તેવી ભયાનક સ્થિતિ: મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં એન્ટિજન કિટ ખલાસ: કોવિડ બુલેટિનમાં એક્ટિવ કેસ અને ડેથનો આંક જાહેર કરવાનું ફરી મહાપાલિકાએ બંધ કરી દીધું

 


રાજકોટ શહેરમાં કોરોના દૈત્ય હાહાકાર મચાવી રહ્યો છે. આજે બપોર સુધીમાં જ વધુ 324 પોઝિટિવ કેસ મળતા શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 25,241 થઇ ગઇ છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં તો દર્દીઓ માટે જગ્યા નથી પરંતુ કોરોનાના ટેસ્ટ કરાવવા માટે રાજકીય ભલામણો કરાવવી પડે તેવી ભયાનક સ્થિતિનું નિમર્ણિ થયું છે. મહાનગરપાલિકાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં એન્ટિજન ટેસ્ટ કિટ ખલાસ થઇ ગઇ છે. અમુક આરોગ્ય કેન્દ્રમાં કિટનો જથ્થો ઓછો હોય ધીમી ગતિએ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

 


વિશેષમાં મહાપાલિકાએ જાહેર કરેલા કોવિડ બુલેટીન અનુસાર આજે બપોર સુધીમાં 324 પોઝિટિવ કેસ મળતા રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 25,241 થઇ છે. આજ સુધીમાં 20,751 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે અને રિકવરી રેઇટ 83.28 ટકા રહ્યો છે જયારે હાલ સુધીમાં 8 લાખ 21 હજાર 646 નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા છે જેમાં પોઝિટિવિટી રેઇટ 3.03 ટકા રહ્યો છે. ગઇકાલે શહેરમાં 11,761 ટેસ્ટ કયર્િ હતાં જેમાંથી 698 નાગરિકો પોઝિટિવ આવ્યા હતાં.

 


મહાપાલિકાએ હવે એક્ટિવ કેસોની સંખ્યા અને કોવિડ ડેથનો આંક બુલેટીનમાં જાહેર કરવાનું બંધ કરી દીધું છે. શહેરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઇ છે તે વાસ્તવિકતા છે. એન્ટિજન ટેસ્ટ માટે પણ નાગરિકોએ રાહ જોવી પડે છે અને ભલામણો કરાવવી પડે છે. જાહેર ટેસ્ટ બુથ પર કલાકો સુધી તડકે શેકાવું પડે છે અને આરોગ્ય કેન્દ્રોમાં દરરોજના 120 ટોકન આપવાનું શ કરાયું છે તેથી વધુના ટેસ્ટ કરાતા નથી. રાજકોટમાં કોરોના બિહામણો બનતો જાય છે અને નાગરિકો દયામણા બની રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS