કોરોના જૈવિક નહીં પ્રાકૃતિક વાઇરસ છે

  • March 26, 2020 11:48 AM 396 views

  • અમેરિકા સહિત કેટલાક દેશોના સંયુકત અભ્યાસ માં હકીકત ખુલી


દુનિયાભરમાં તબાહી મચાવી રહેલા કોરોનાવાયરસ ની ઉત્પત્તિ ને લઈને અત્યાર સુધીમાં મોટાભાગના લોકોએ ચીન સામે પ્રશ્નો કર્યા છે અને આ વાઇરસ ચીનનું જૈવિક હથિયાર છે તેવી વાતો ઉઠી હતી પરંતુ તેમાં અંતે ચોખવટ થઈ ગઈ છે. અમેરિકા સહિતના કેટલાક દેશોના સંયુકત અભ્યાસમાં એવી હકીકત ખુલી છે કે આ વાયરસ કોઈ જૈવિક હથિયાર નથી પરંતુ પ્રાકૃતિક વાયરસ છે. વૈજ્ઞાનિકોની આ શોધને મેડિસિન જર્નલ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને દુનિયા ના તમામ શોધકર્તાઓને તેની વિગતો પૂરી પાડવામાં આવી છે.


વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ ની ઉત્પત્તિ અને તેના વિકાસને લઈને ઐંડું સંશોધન કયુ હતું અને આ પહેલા પણ વૈજ્ઞાનિકોએ વાઈરસના સંરચના કારણોની ચકાસણી કરી હતી અને અભ્યાસ કર્યેા હતો. આ વાઇરસ ચીનનું જૈવિક હથિયાર છે તે વાત માત્ર અફવા અને ગેરમાર્ગે દોરનારી છે કારણ કે આ વાઇરસ પ્રાકૃતિક હોવાનું સ્પષ્ટ્ર થઇ ગયું છે.


વૈજ્ઞાનિકોએ એ જાણવાનો પ્રયાસ કર્યેા છે કે કોરોનાવાયરસ માનવ માં કેવી રીતે પહોંચી ગયો. આ મુદ્દા પર બે તર્ક રજૂ કરવામાં આવ્યા છે. એક તો એ છે કે જુનુ કોરોનાવાયરસ બદલાયેલા સ્વપમાં પશુમાં ગયું છે અને ત્યાર બાદ માનવ શરીરમાં તેનો પ્રવેશ થયો છે. બીજો તર્ક એવો અપાય છે કે આ સંપૂર્ણપણે નવો વાયરસ છે અને પ્રથમ તે પ્રાણીમાં આવ્યો હતો અને ત્યારબાદ માનવ શરીર માં આવી ગયો છે. જોકે વૈજ્ઞાનિકોમાં પણ આ બાબતે મતભેદ છે કારણ કે કેટલાક વિજ્ઞાનીકો આ પ્રકારના સંક્રમણનો ઇનકાર કરી રહ્યા છે