સ્થિતિ ગંભીર : ભાવનગર શહેર ૧૦૨ નોટ આઉટ

  • April 16, 2021 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં કુલ કેસ ૧૭૦ : ૧૧૨૮ એકટિવ દર્દીઓની સારવાર હેઠળ 

 

 

કોરોના સંક્રમણ સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. ભાવનગર શહેરમાં ગુરૂવારે ૧૦૨ નવા કેસ નોંધાયાની સાથે શહેર ત્રણ આંકડે પહોંચી ગયું છે. આ ૧૦૨ સાથે જિલ્લામા કુલ ૧૭૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો ૮,૩૮૨ થયો છે અને આ પૈકી હાલ ૧,૧૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

 

 

ભાવનગર જિલ્લામા  ૧૭૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૬૬ પુરૂષ અને ૩૬ સ્ત્રી મળી કુલ ૧૦૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા જ્યારે તાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૪, ગારીયાધાર ખાતે ૪, પાલીતાણા ખાતે ૬, જેસર ખાતે ૫, ઉપરાંત અન્ય ગામોમાં એક, બે કેસ મળી કુલ ૬૮ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 

 

ભાવનગર મહાપાલિકા વિસ્તારમા ૬૩ અને તાલુકાઓમાં ૧૬ કેસ મળી કુલ ૭૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૮,૩૮૨ કેસ પૈકી હાલ ૧,૧૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS