ગુરૂવારે કોરોના સંક્રમિત 49 દર્દીઓના થયા મોત

  • May 14, 2021 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

45 મૃતદેહોની કોવીડ ગાઈડ લાઈન પ્રમાણે સ્મશાનમાં થઈ અંતિમ વિધી તો કબ્રસ્તાનમાં ચારને દફનવિધિ

 


ગુરૂવારે ભાવનગર શહેરમાં ચાર અને જિલ્લામાં એક મળી કોરોનાથી માત્ર પાંચ મોત થયાનું જાહેર થયા છે. એક સમયે રોજના 10થી વધુ મોત થતા હોવાનું સત્તાવાર જાહેર થતુ હતુ જ્યારે હવે આ આંકડો 10ની અંદર પહોંચી ગયો છે જે સારી બાબત ગણવી રહી. આજ રીતે અગાઉ કો-મોરબીડ દર્દીઓના મોતનો આંકડો સતત 60થી ઉપર રહેતો હતો જે હવે ઘટીને 50ની અંદર પહોંચ્યો છે. ગઈકાલે કોરોના ગાઈડલાઈન પ્રમાણે 49 મૃતદેહોને સ્મશાન અને કબ્રસ્તાનમાં અંતિમ વિધી થઈ હતી.

 


કોવિડનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યુ છે તેવી આશા બંધાઈ છે ગુવારે સાંજે જાહેર થયેલી યાદી મુજબ ચોવીસ કલાકમાં ભાવનગર શહેર-જિલ્લામાં પાંચના કોરોનાથી મોત થયા છે. આ ઉપરાંત કો-મોરબીડ દર્દીઓના અંતિમ સંસ્કાર થયા હોય તે અલગ. ગઈકાલે ભાવનગર શહેરના વિવિધ સ્મશાનોમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે કરાએલ અંતિમ સંસ્કારનો આંકડો જોઈએ તો વા સ્મશાન ગૃહમાં 20, સુભાષનગરમાં 13, કુંભારવાડામાં 4, ગોરડ સ્મશાનમાં 2, ચિત્રામાં 3 તથા ફુલસર, સિંધુનગર અને મોતીતળાવમાં એક-એક મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા છે. આ ઉપરાંત શહેરના બે કબ્રસ્તાનમાં ચારની દફનવિધિ થયાનું જાણવા મળેલ છે. તંત્રએ જાહેર કરેલ પાંચ અને આ કો-મોરબીડ મળી 49 કોરોના સંક્રમિત દર્દીઓનાં મોત થયાનું આ આંકડાઓ પરથી ફલિત થાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS