રાજકોટમાં કોરોનાને એક વર્ષ પૂર્ણતાના આરે: કુલ કેસ 16623

  • March 10, 2021 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાના વોર્ડ નં.16ના જંગલેશ્વરમાંથી ગત માર્ચ મહિનામાં મળ્યો હતો રાજ્યનો પ્રથમ કેસ: કુલ 608525 નાગરિકોનો કોરોના ટેસ્ટ કરતાં તેમાંથી 16623 પોઝિટિવ કેસ મળ્યા, રાજકોટ શહેરનો પોઝિટિવિટી રેઈટ 2.73 ટકા: કુલ 16199 દર્દીઓ સાજા થયા, રિકવરી રેઈટ 97.59 ટકા

 


રાજકોટ શહેરમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થવામાં હવે ફકત એક સપ્તાહ બાકી રહ્યું છે. મહાપાલિકાના વોર્ડ નં.16 હેઠળના કોઠારિયા રોડ પરના જંગલેશ્વર વિસ્તારમાંથી ગુજરાત રાજ્યનો સર્વપ્રથમ કોરોના પોઝિટિવ કેસ મળ્યો હતો અને કોરોના વોર શરૂ થયું હતું જે હજુ પણ અણનમ ચાલુ છે. આજે પણ દરરોજ કોરોનાના 40થી 50 પોઝિટિવ કેસ મળી રહ્યા છે. અગાઉની સરખામણીએ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. તદ્ ઉપરાંત લોકોમાં પણ જાગૃતિ આવી છે અને વેક્સિનેશન પણ શ થઈ ગયું છે.

 

 


મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં હાલ સુધીમાં કોરોનાના કુલ 16623 પોઝિટિવ કેસ મળ્યા છે અને પોઝિટિવિટી રેઈટ 2.73 ટકા રહ્યો છે. જ્યારે તે પૈકી 16199 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેઈટ 97.59 ટકા રહ્યો છે. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો સહિતના સ્થળોએ હાલ સુધીમાં કુલ 608525 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 

 


સતત છેલ્લા એક વર્ષથી મહાપાલિકા તંત્ર કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે અને હાલની સ્થિતિએ પણ મોટી સંખ્યામાં સ્ટાફ કોવિડ ડયુટીમાં રોકાયેલો છે. વોર્ડવાઈઝ અધિકારીઓને કોવિડ ડયુટી અંતર્ગત સોંપાયેલો પ્રભાર હજુ પણ યથાવત રાખવામાં આવ્યો છે.

 

 


દરમિયાન મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર આજરોજ બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાના વધુ 25 કોરોનાના કેસ મળ્યા છે અને આ સાથે કોરોનાના કેસની કુલ સંખ્યા 16623 થઈ છે. જ્યારે ગઈકાલે તા.9ના રોજ શહેરમાં 1299 નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા હતા જેમાંથી 48ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

 

 

શુક્રવાર સુધીમાં કોરોના સામેની વેક્સિનના વધુ 10 હજાર ડોઝ આવી જશે
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી શુક્રવાર સુધીમાં કોરોના સામેની વેક્સિનના વધુ 10 હજાર ડોઝ રાજકોટને મળી જશે. હાલ સુધીમાં કુલ 61205 ડોઝ આપવામાં આવ્યા છે જેમાં 13041 હેલ્થ વર્કર્સને પહેલો ડોઝ અપાયો છે અને 8805 હેલ્થ વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સમાં 9136ને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3346 વોરિયર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 60 વર્ષથી ઉપરના 23706 સિનિયર સિટીઝન્સને વેક્સિનેશન કરી દેવાયું છે. તદ્ ઉપરાંત 45થી 59 વર્ષની વય ધરાવતા અને ડાયાબિટી, બ્લડપ્રેશર, અસ્થમા વગેરે જેવા દર્દ ધરાવતા હોય તેવા 2814 કોમોર્બિડ પેશન્ટને રસીકરણ કરાયું છે. હાલની સ્થિતિએ કુલ 98 ટકા કામગીરી સંપન્ન થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS