દેશમાં 24 કલાકમાં 60,000 કેસ નોંધાયા

  • March 26, 2021 09:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીએ ફરીવાર દેશના અનેક રાજ્યોમાં ગંભીર સ્થિતિ પેદા કરી દીધી છે અને દરરોજ સેંકડો કેસો બહાર આવી રહયા છે અને પરિસ્થિતિ ફરીથી બગડી રહી છે. દેશ માટે બીજી લહેર વધુ ઘાતક બની છે તેવા આંકડા બહાર આવ્યા છે. દેશમાં 24 કલાકમાં વધુ 59,117 નવા કોરોના કેસ નોંધાયા છે, આ આંકડાએ 159 દિવસ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસનો રેકોર્ડ પણ તૂટ્યો છે, અહીં પાછલા 24 કલાકમાં 35,952 નવા કેસ નોંધાયા છે. પાછલા ત્રણ દિવસમાં બીજી વખત 24 કલાકમાં નોંધાતા કોરોનાનો મૃત્યુઆંક 250ને પાર કરીને 257 નોંધાયો છે.

 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ પાછલા એક સપ્તાહ દરમિયાન 66 ટકા જેટલો કેસમાં વધારો થયો છે જે ગંભીર સ્થિતિ બતાવી રહી છે. સાથોસાથ દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર કણર્ટિક મધ્ય પ્રદેશ ગુજરાતમાં પરિસ્થિતિ વધુ બગડી રહી છે. પાછલા વર્ષે મે માસ બાદ પ્રથમ વાર ભારે ઝડપથી નવા કેસ બહાર આવી રહ્યા છે. દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે છતાં પણ નવા કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને તેનો મતલબ સ્પષ્ટ રીતે નિષ્ણાતો એવો કરી રહ્યા છે કે બીજી લહેર દેશ માટે વધુ ઘાતક બની છે અને આગામી સમયમાં પણ તમામ રાજ્યોએ વધુ સાવધાની રાખવી પડશે.

 


એસબીઆઇના રિસર્ચ રિપોર્ટ માં ઉલ્લેખ છે કે એપ્રિલ અને મે માસમાં કોરોનાવાયરસ ની સ્થિતિ દેખ માં વધુ ચિંતાજનક બની જશે અને મહામારી પીક પર આવી જશે. ઓછામાં ઓછા 25 લાખ જેટલા લોકો ઝપટમાં આવી જવાની સંભાવના છે.

 


પાછલા વર્ષ દરમિયાન કોરોનાવાયરસ ની સ્થિતિ હતી તેની સાથે સરખામણી કરવામાં આવી છે અને તે મુજબ ગયા વર્ષે મે માસમાં દરરોજ 3500 કેસ બહાર આવતા હતા પરંતુ આજે આ આંકડો વધીને 47000 પહોંચી ગયો છે. આંકડાઓની આ પરિસ્થિતિ બતાવે છે કે દેશ માટે બીજી લહેર અત્યંત ઘાતક પુરવાર થઇ રહી છે.
કોરોના વાયરસનું સંક્રમણ બીજી લહેર માં અપેક્ષા કરતાં ખૂબ જ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે તેના પુરાવા હાથ વગા થયા છે અને તમામ રાજ્ય સરકારોને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ ની કાર્યવાહી ગતિશીલ બનાવી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS