રાજકોટમાં કોરોના ઘટયો, બપોર સુધીમાં ૭૫ કેસ

  • May 15, 2021 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હવે કોરોનાના કેસ ઝડપભેર ઘટવા લાગ્યા છે. રાજકોટ શહેરમાં મિનિ લોકડાઉન સફળ રહ્યું છે અને છેલ્લા ૧૫ દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધી પણ વધી છે. આજે બપોર સુધીમાં કોરોનાના ફકત ૭૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.

 

 

વિશેષમાં મહાનગરપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર ગઈકાલે તા.૧૪ મેના રોજ ૫૧૫૧ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ફકત ૩૧૬ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને પોઝિટિવિટી રેઈટ ૬.૧૩ ટકા રહ્યો હતો જેની સામે ગઈકાલે ૪૩૬ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. પોઝિટિવ કેસના દર્દીઓની સરખામણીએ સાજા થયેલા દર્દીઓનો આકં વધ્યો હતો.

 


મહાનગરપાલિકાના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આજે બપોર સુધીમાં ૭૫ પોઝિટિવ કેસ મળતા આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસ ૩૯,૨૬૦ થયા છે. યારે આજ દિવસ સુધીમાં ૩૬,૫૦૮ દર્દીઓ સાજા થયા છે. આજ સુધીનો કુલ રિકવરી રેઈટ ૯૩.૧૬ ટકા રહ્યો છે. યારે હાલ સુધીમાં કુલ ૧૦,૮૯,૨૦૭ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી કુલ ૩૯,૨૬૦ દર્દીઓ પોઝિટિવ મળતાં પોઝિટિવિટી રેઈટ ૩.૬૦ ટકા રહ્યો છે.

 


મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, જો કોઈપણ નાગરિકને તાવ, શરદી, ઉધરસ, ગળુ પકડાવું, શ્ર્વાસ ંધાવો, થાક કે નબળાઈ લાગવી તેમજ સ્વાદ કે સુગંધની પરખ ન થવી જેવા કોરોનાના લક્ષણો પૈકીનું એક પણ લક્ષણ જણાતું હોય તો તુરતં જ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર સંપૂર્ણ વિનામૂલ્યે કરાતો એન્ટિજન રેપિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો કોઈ પણ પરિવારમાં એક કેસ મળે તો તુરતં જ તમામ પરિવારજનોના એન્ટિજન રેપિડ ટેસ્ટ કરાવી લેવા જોઈએ. કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે નાગરિકોએ સતત માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ તેમજ હાથને સાબુ કે સેનિટાઈઝરથી ધોતા રહેવા જોઈએ. તદ ઉપરાંત સમયસર વેકિસનેશન કરાવી લેવું જોઈએ.

 

 

કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોને જનરેટર સેટની વ્યવસ્થા કરી લેવા કલેકટરનો આદેશ

 


તારીખ ૧૭ અને ૧૮ ના રોજ રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની અને તોફાની પવનની આગાહી હોવાથી વીજળી પુરવઠો ખોરવાઇ જવાની શકયતા વધી જાય છે આ પરિસ્થિતિમાં પણ વીજળી પુરવઠો સતત ચાલુ રહે તેવા પ્રયાસો કરવામાં આવશે પરંતુ જો તેમાં સફળતા ન મળે તો દર્દીઓની સારવારને કોઇ પ્રકારની અસર ન પહોંચે અને વીજળી પુરવઠો ખોરવાઇ જવાના કારણે ઓકિસજન સપ્લાય જેવા પ્રશ્નો ઊભા ન થાય તે માટે અત્યારથી જ ઇન્વર્ટર અને જનરેટર સેટની વ્યવસ્થા કરી લેવા માટે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલના સંચાલકોને રાજકોટ જિલ્લા કલેકટર તરફથી તાકીદ કરવામાં આવી છે.

 

 

 

કલેકટર તત્રં દ્રારા દરેક ખાનગી હોસ્પિટલના સંચાલકો ને ફોન કરીને આ બાબતે અત્યારથી જ સતર્ક કરી દેવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ સમરસ હોસ્ટેલ કેન્સર હોસ્પિટલ જેવા સરકાર સંચાલિત સેન્ટરોમાં ઇન્વર્ટર અને જનરેટર ની વ્યવસ્થા બરાબર છે કે નહીં તે ચકાસી જવા માટે તમામ નાયબ કલેકટરો, મામલતદારોને સુચના આપવામાં આવી છે. ગુજરાત સરકારના સચિવ પંકજકુમારે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ જિલ્લા કલેકટર સાથે વાતચીત કરી હતી અને વાવાઝોડા તથા ભારે વરસાદની ચેતવણીના પગલે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી આ મીટીંગ પૂરી થયા બાદ જિલ્લા કલેકટરે તુરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી અને તેમાં તાલુકા હેલ્થ સેન્ટર ખાનગી હોસ્પિટલો સરકારી હોસ્પિટલ વગેરેમાં વીજળી પુરવઠો ખોરવાઈ જાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવા અને તેમાં કોઇ પ્રકારની ગરબડ ન થાય તે જોવા માટે સુચના આપી હતી.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS