પૂણેમાં કોરોના વિસ્ફોટ: 1100 કેસ: મહારાષ્ટ્રમાં લોકડાઉનની ગણાતી ઘડીઓ

  • February 22, 2021 09:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 7 હજાર નવા કેસ: પૂણેમાં 6 દર્દીઓના મોત, દરેક જિલ્લામાં કેસ વધી રહ્યા છે

કોરોનાવાયરસ નવેસરથી મહારાષ્ટ્ર રાજ્ય ને ધમરોળી રહ્યું છે અને ફરીથી આ રાજ્યની હાલત ખરાબ થઇ રહી છે. લોકડાઉન અને નાઈટ કર્યું જેવા પગલા ફરીથી શરૂ કરવા પડ્યા છે. મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં કેસમાં વધારો થઈ રહ્યો છે.

 


છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સાત હજાર જેટલા નવા કેસ બહાર આવ્યા છે અને પુણે મા એક દિવસમાં 1100થી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 6 દર્દીઓના મૃત્યુ પણ થઇ ગયાના અહેવાલો છે. પુણે અને થાણે મા સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

 


મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આખા રાજ્યમાં કોરોનાવાયરસ ના નવા કેસ ભારે ચિંતાજનક રીતે મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે તે બારામાં ચિંતા દશર્વિી છે અને લોકોને ફરીથી વોર્નિંગ આપી છે. એમણે કહ્યું છે કે 15 દિવસ પછી હું સતત લોકોના અમલ પર વોચ કરીશ અને જો બેદરકારી દેખાશે તો સમગ્ર રાજ્યમાં ફરીથી લોકડાઉન નાખવા સિવાય સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.

 


ઉદ્ધવ ઠાકરેએ લોકોને સતત માસ્ક પહેરી રાખવા તેમજ સોશિયલ ડીસ્ટન્સ ના નિયમ નું ગંભીરતાથી પાલન કરવાની કડક તાકીદ કરી છે અને એમ કહ્યું છે કે ટેસ્ટ કરાવવામાં પણ લોકો એક ફ્લેટ કરવી જોઈએ નહીં કારણ કે સમગ્ર રાજ્યની જનતાની સુરક્ષાનો સવાલ છે.

 


મહારાષ્ટ્ર દરેક પ્રકારના મેળાવડા અને મોટી સંખ્યામાં લોકોના કોઈપણ પ્રસંગમાં એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એટલે કે રાજકીય ધાર્મિક કે સામાજિક પ્રકારના કોઈ મોટા પ્રસંગો યોજી શકાશે નહીં અને ક્યાંય પણ માણસોને ભેગા કરી શકાશે નહીં તક એ જેલ સહિતની આકરી સજા ની ચીમકી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં પહેલાથી જ કોરોનાવાયરસ નો પ્રકોપ રહ્યો છે અને ખાસ કરીને મુંબઇની સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ ગઈ હતી અને હવે ફરી વાર મુંબઈમાં નવેસરથી મોટા પ્રમાણમાં નવા કેસ બહાર આવી રહ્યા છે ત્યારે મુંબઈના અનેક વિસ્તારોમાં કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS