દુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન

  • March 13, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં નવેસરથી કોરોનાવાયરસ ની મહામારી એ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને કોરોનાવાયરસ નબળો પડી ગયો હોવાની વાતને ખોટી પુરવાર કરી દીધી છે અને વિશ્વના અનેક દેશોમાં કોરોનાવાયરસ ના નવા કેસ ભારે ગતિ સાથે બહાર આવી રહ્યા છે અને નવેસરથી દુનિયામાં ચિંતા ફેલાઇ ગઇ છે.

 

 

ઈટાલીમાં ભારે મોટા પ્રમાણમાં નવા કેસ બહાર આવવાની શરૂઆત થઇ જતા સરકાર ચેતી ગઈ છે અને ઈટાલીમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.

 

 


એજ રીતે બ્રાઝીલ ની હાલત પણ દિવસે ને દિવસે વધુ કથળી રહી છે અને અહીં છેલ્લા 24 કલાકમાં 90 હજારથી વધુ નવા કેસ બહાર આવતા હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે અને સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે અને અહીં પણ લોકડાઉન નાંખવાની વિચારણા ચાલી રહી છે. કોરોનાવાયરસ થી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકા પરિસ્થિતિ હજુ પણ સુધારવાનું નામ લેતી નથી અને નવા કેસ ઝડપથી બહાર આવી રહ્યા છે અને લગભગ દરેક રાજ્યમાંથી નવા કેસ મળી રહ્યા છે અને અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ કેસનો આંકડો 3 કરોડની પાર થઈ ગયો હોવાના અહેવાલો બહાર આવ્યા છે.

 

 

યુરોપ ખંડના પણ અનેક દેશોમાં ભારે ઝડપથી નવા કેસ બહાર આવી રહ્યા છે અને ત્યાં પણ કડક નિયંત્રણો ફરીથી લાગુ કરવામાં આવી રહ્યા છે જોકે પબ્લિકમાં કચવાટ ફેલાયો છે પરંતુ કોરોનાવાયરસ મહામારીને રોકવા માટે આકરા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને તેનો અમલ કરાવવામાં આવી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS