રાજકોટમાં કોરોના ફરી વકર્યો: કેસ વધવા લાગ્યા, ટેસ્ટ વધારાશે

  • March 13, 2021 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં માર્ચ મહિનાથી જાણે કોરોનાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા ફરી વધવા લાગી છે જેને અનુલક્ષીને હવે ટેસ્ટ વધારવા મહાપાલિકા તંત્રએ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. ગઈકાલે 24 કલાકમાં 58 પોઝિટિવ કેસ મળ્યા બાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 25 કેસ મળતા મહાપાલિકા તંત્ર ચોંકી ઉઠયું છે. આજે સાંજે મહાપાલિકાના તમામ વોર્ડના કોવિડ પ્રભારી અધિકારીઓની બેઠક બોલાવાઈ હોવાનું જાણવા મળે છે.

 

 

વિશેષમાં મહાપાલિકાએ આજે બપોરે જારી કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર ગઈકાલે તા.12 માર્ચના રોજ કુલ 1354 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 58ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 25 પોઝિટિવ કેસ મળ્યા છે અને આ સાથે આજ સુધીના કોરોનાના કુલ કેસ 16807 થયા છે. જ્યારે આજ સુધીમાં કુલ 16359 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં દર્દીઓનો રિકવરી રેઈટ 97.47 ટકા રહ્યો છે. જ્યારે આજ દિવસ સુધીમાં કુલ 6,12,947 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ 2.74 ટકા રહ્યો છે.

 


રાજકોટમાંથી હજુ કોરોના ગયો નથી આથી શહેરીજનો પુરેપુરા સાવચેત રહે તે અત્યંત જરી છે. અનેક નાગરિકો હાલમાં હવે તો કોરોના ચાલ્યો ગયો છે અથવા કોરોનાના કેસ ઘટી ગયા છે તેવું માનીને માસ્ક પહેયર્િ વિના બિન્દાસ્ત ફરવા લાગ્યા છે. તદ્ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી અને સેનેટાઈઝર કે સાબુથી હાથ ધોવાની તકેદારી પણ રાખતા નથી. આ પ્રકારની બેદરકારીના કારણે કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. માર્ચ મહિનામાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ આવશે તે દહેશત સાચી પડી છે. રાજકોટ શહેરમાં ગત વર્ષે તા.18-3-2020ના રોજ કોરોનાનો ગુજરાત રાજ્યનો સર્વપ્રથમ કેસ મળ્યો હતો તેને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે છતાં હજુ પણ કોરોનાના લગાતાર કેસ મળી રહ્યા છે.

 


કોઈપણ નાગરિક કે તેમના પરિવારમાં કોઈપણ સભ્યને તાવ, શરદી, ઉધરસ, ગળુ પકડાવું, શ્ર્વાસ રુંધાવો, થાક કે નબળાઈ લાગવી તેમજ સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો જેવા કોરોનાના લક્ષણો પૈકીનું એક પણ લક્ષણ જણાતું હોય તો તાત્કાલીક અસરથી તે તેમનો તથા તેમના સમગ્ર પરિવારનો કોરોના ટેસ્ટ કરાવી લે તે હિતાવહ છે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં કોરોના ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. લોકજાગૃતિ વિના કોરોના વાયરસનું સંક્રમણ ઘટાડવું કે દૂર કરવું તે લગભગ અશકય છે આથી શકય હોય ત્યાં સુધી શહેરીજનો પોતે જ જાગૃતિ દાખવે તે કોરોનાથી બચવાનો રામબાણ ઈલાજ છે. કોરોના સામેની વેક્સિન આવી ગઈ છે પરંતુ તેનો મતલબ એવો નથી કે વેક્સિન આવી જાય એટલે કોરોના ન થાય. વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ 30થી 60 દિવસે શરીરમાં એન્ટિબોડી જનરેટ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

 

કોરોનાના કેસ વધતા મુખ્યમંત્રીએ રાજકોટ સહિત 4 મ્યુનિસિપલ કમિશનર સાથે કરી સમિક્ષા
 

રાજ્યમાં વધતા વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને ચાર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ કરી હતી આ વિડીયો કોન્ફરન્સમાં તેમણે કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા તાકીદ કરી હતી.

 


રાજ્યમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે, તેેેને ધ્યાનમાં લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ  કોર કમિટીની બેઠકમાં ઉચ્ચ સ્તરીય  હાથ ધરી હતી.  જેમા રોગ નિયંત્રણના તાત્કાલિક ઉપાયો તેમજ કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર વ્યવસ્થાઓ, હોસ્પિટલ, બેડ બાબતો અંગે ચચર્િ કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો જોડાયા હતા.

 


રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર વધ્યો હતો, દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં આવ્યો હતો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઇન્સનુ છડેચોક ઉલ્લંઘન થયું હતું જેના પરિણામ સ્વરૂપ હવે કોરોના કેસમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 715 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ મોત નોંધાયુ નથી.

 


રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારનો રિકવરી રેટમાં પણ વધારો થયો હતો, પણ હવે જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રિકવરી રેટમાં ઘટાડો થયો છે, 24 ફેબ્રુઆરીના રોજ રિકવરી રેટ 97.66 ટકા થયો છે. જ્યારે ગઇકાલે આરિકવરી રેટ 96.95 નોંધાયો છે. આજે છેલ્લા 24 કલાકમાં 495 દર્દીઓને રજા આપવામાં આવી હતી, રાજયમાં અત્યા2 સુધીમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોના સામેની જંગમા જીત મેળવી છે.

 


16 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 18,38,382 પ્રથમ ડોઝ ની રસી આપવામાં આવી છે જ્યારે 4,61,434 લોકોને કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ત્રીજા તબક્કામાં કુલ 1,10,130 લોકોને વેક્સિ આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના ની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4006 કોરોનાના એક્ટિવ કેસ છે જેમાં 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 3955 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4420 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન માં 141 રાજકોટ કોર્પોરેશનમાં 58, સુરત કોર્પોરેશનમાં 183 અને બરોડા કોર્પોરેશનમાં 91 કુલ કેસ આવ્યા છે.

 


જેની ફળશ્રુતિ રૂપે ગઈકાલે મુખ્યમંત્રીએ ચાર મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરને કોરોના ને કાબુમાં લેવા વિચારણા કરી હતી .આ કોર કમિટીની બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી.કે. કૈલાશનાથન ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિ ,આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ હારીત શુક્લાએ હાજરી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS