મનપામાં કોરોના વિસ્ફોટ: મેયર-આસિ.કમિશનર સહિત 12 ઝપટે

  • April 29, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આજે ફરી કોરોના વિસ્ફોટ થયો છે. મેયર ડો.પ્રદીપ ડવ અને આસિ.મ્યુનિ.કમિશનર સમીર ધડુક સહિત એક ડઝનથી વધુ પદાધિકારીઓ અને અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. મેયર ડો.પ્રદીપ ડવે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે સંક્રમિત થયાનું અને હોમ આઈસોલેટ થયાનું જાહેર કર્યું હતું. સંક્રમિત થયેલા લગભગ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં છે. મેયર સંક્રમિત થતા આજે ખૂલતી કચેરીએ તેમની ચેમ્બર તેમજ સેક્રેટરી શાખા મને તાત્કાલીક અસરથી સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો.

 

 

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે મેયર ડો.પ્રદીપ ડવ, આસિ.મ્યુનિ.કમિશનર સમીર ધડુક, નાયબ પયર્વિરણ ઈજનેર દિગ્વિજય તુંવર તદ્ ઉપરાંત અન્ય એક ડેપ્યુટી ઈજનેર, આસિ. ઈજનેર તેમજ વિવિધ ચાર વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટરો અને સબ ઈન્સ્પેકટરો સહિત એક ડઝનથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સંક્રમિત થયા છે. હાલ સુધી ફકત સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ કોરોનાના કેસ મળતા હતા પરંતુ હવે વેસ્ટ ઝોન કચેરી અને ઈસ્ટ ઝોન કચેરીનો સ્ટાફ પણ સંક્રમિત થવા લાગ્યો છે. દરમિયાન અગાઉ મહાપાલિકાના કર્મચારી યુનિયનોએ જ્યારે કોઈ કર્મચારી સંક્રમિત થાય ત્યારે તેમને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવારમાં ટોપ પ્રાયોરિટી આપવામાં આવે તેવી માગણી કરી હતી.

 

 

દરમિયાન આજે ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને મહાપાલિકાના કર્મચારી સ્ટાફ માટે આરોગ્ય સમિતિની રચના કરીને કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માગણી કરવામા આવી છે. તેમાં જણાવ્યું છે કે, મહાપાલિકા કર્મચારીઓ માટે ત્રણેય ઝોન ઓફિસના પાર્કિંગ એરિયામાં અલગથી ટેસ્ટિંગ બૂથ શ કરવામાં આવે, જે કર્મચારીઓનું કોવિડ ડયુટી દરમિયાન અવસાન થયું હોય તેમને ા.25 લાખની આર્થિક સહાય સરકાર તરફથી અપાઈ અથવા તો તે કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી આપવામા આવે તેવી માગણી છે.

 

 

હાલમાં મહાપાલિકાના કર્મચારીઓ માસ્ક, હેન્ડગ્લોઝ, સેનેટાઈઝર જેવી ચીજવસ્તુઓ પણ પોતાના આરોગ્યની તકેદારી માટે સ્વખર્ચે ખરીદતા હોય છે. ખરેખર આ પ્રકારની ચીજવસ્તુઓ મહાપાલિકા દ્વારા પુરી પાડવામાં આવવી જોઈએ. આ ઉપરાંત જે કર્મચારીઓ બિમાર પડે તેમને હૂંફ અને માર્ગદર્શન મળી રહે તે માટે એક આરોગ્ય સમિતિની રચના કરાય અને તે સમિતિના સભ્યો તેમના પરિવારને ઉપયોગી થાય તેવી લાગણી વ્યકત કરવામાં આવી હતી.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS