રાજકોટમાં ચૂંટણી પછી કોરોના ફરી વકર્યો

  • February 25, 2021 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે 46 કેસ બાદ આજે બપોર સુધીમાં વધુ 15 કેસ: શહેરમાં કુલ કેસ 15,997


રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસની સંખ્યામાં ફરી દિવસે દિવસે વધારો થવા લાગ્યો છે. ગઇકાલે એક દિવસમાં 46 કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં વધુ 15 કેસ નોંધાયા છે અને આ સાથે જ શહેરમાં હાલ સુધીના કોરોનાના કુલ કેસની સંખ્યા 15,997એ પહોંચી છે. આજે સાંજ સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 16,000ને પાર પહોંચી જશે તેવી શકયતા નકારી શકાતી નથી.

 


મહાપાલિકાની ચૂંટણીના સમયગાળા દરમિયાન શહેરીજનો માસ્ક પહેયર્િ વિના, સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વીના તેમજ સાબુ કે સેનેટાઇઝરથી સમયાંતરે હાથ ધોતા રહેવાની તાકીદ રાખ્યા વિના મનફાવે તેમ ખૂબ મહાલ્યા હોય હવે કોરોના વાયરસનું સંક્રમણ ફરી દેખા દેવા લાગ્યું છે. મહાપાલિકાએ કોવિડ ડયુટી અંતર્ગત જે અધિકારીઓ અને ઇજનેરોને વોર્ડ પ્રભારી તરીકે નિમણૂક આપી હતી તેમને ફરી કામે લગાડવા પડયા છે, કારણ કે કેસની સંખ્યામાં ફરી ઉછાળો આવ્યો છે.

 


દરમિયાન મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ આજે બપોરે જાહેર કરેલા સત્તાવાર કોવિડ બુલેટિન અનુસાર બપોર સુધીમાં વધુ 16 કેસ નોંધાયા છે અને આજ સુધીના કુલ કેસ 15,997 થયા છે જેમાંથી 15,686 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે  અને રીકવરી રેઇટ 98.15 ટકા રહ્યો છે. આજ સુધીમાં કુલ 5,91,547 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવીટી રેઇટ 2.70 ટકા રહ્યો છે.

 


રાજકોટ મહાપાલિકા તંત્રએ શહેરીજનોને અપીલ કરી છે કે, કોઇપણ નાગરિકને તાવ, શરદી, ઉધરસ, ગળું પકડાવું, શ્ર્વાસ ંધાવો, થાક કે નબળાઇ લાગવી તેમજ સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો તેવા કોરોનાના લક્ષણો પૈકી એક પણ લક્ષણ જણાતું હોય તો તુરંત જ પોતાનો તથા પોતાના પરિવારજનોનો કોરોના ટેસ્ટ કરાવી લે તે ખુબ આવશ્યક છે. જેટલી ઝડપથી ટેસ્ટ કરાવશે તેટલું ઝડપથી નિદાન થશે અને તેટલી જ ઝડપી સારવાર થશે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વિના મૂલ્યે કોરોના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS