દિલ્હી બાદ યુપીમાં પણ કોરોના કર્ફ્યું 17 મે સુધી અમલમાં, ગ્રામ્ય વિસ્તારમાં ફેલાય રહ્યો છે કોરોના

  • May 09, 2021 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસની બીજી લહેર અટકવાનું નામ નથી લઈ રહી. આવી સ્થિતિમાં યુપીમાં કોરોના કરફ્યુ 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે આ માહિતી આપી હતી. જોકે નવી ગાઇડલાઈનની ઘોષણા હજુ બાકી છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર જૂના નિયમોમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં.

 

 

અહીં પંચાયતની ચૂંટણી બાદ ગામોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જો કર્ફ્યુ હટાવવામાં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકી છે. સાથે જ 14 મી મે એ ઇદ છે આવી સ્થિતિમાં બજારોમાં ભારે ભીડ થવાની સંભાવના છે. આ બધી જ બાબતોને જોતાં સરકાર રાજ્યમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન વધારવાની વિચારણા કરી રહી હતી. જે બાદ હવે તેની જાહેરાત કરવામાં આવી છે. 

 

 

છેલ્લા એક અઠવાડિયામાં લોકડાઉન થવાને કારણે રાજ્યમાં કોરોનના કેસમાં 50 હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં સરકાર લોકડાઉન દૂર કરીને જોખમ લેવા માંગતી નથી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021