એપ્રિલના અંત સુધીમાં ખતમ થઇ જશે કોરોના: ચીનનાં વૈજ્ઞાનિકનો દાવો

  • April 03, 2020 11:15 AM 1005 views

 ગત્ત ઘણા દિવસોથી કોરોના વાયરસનાં કારણે લગાવાયેલા લોકડાઉન વચ્ચે દરેક વ્યકિતનાં મનમાં માત્ર એક જ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે આ બધો અતં કયારે આવશે ? વિશ્વનાં તમામ નેતાઓ અને વૈાનિકો પણ આ સવાલો ઉઠાવી રહ્યા છે. કયારે આ સંકટ ટળશે તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ સારા સમાાર આવી રહ્યા છે કે, ચીનનાં સૌથી પ્રતિીત વૈજ્ઞાનિકે દાવો કર્યેા છે કે આગામી ચાર અઠવાડીયા એટલે કે એક મહિનાની અંદર કોરોના વાયરસ ખતમ થઇ જશે.


ચીનનાં સૌથી મોટા સાયન્ટીસ્ટ ડો જાેંગ નાનશાને કહ્યું કે, એપ્રીલ મહિનાના અતં સુધીમાં કોરોના વાયરસનો કહેર શાંત થવા લાગશે. ડો નાનશાનનો દાવો છે કે ચીન ફરી એકવાર આ વાયરસથી સંક્રમિત નહી થાય. ચીનની જ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાંતેમણે કહ્યું કે, વિશ્વનાં અનેક દેશોએ તેને અટકાવવા માટે જે લોકડાઉન સિસ્ટમ અપનાવી છે તે વાયરસને અટકાવવામાં ખુબ જ પ્રભાવી પગલું છે. એપ્રીલના અતં સુધીમાં આ વાયરસ ખતમ થઇ જશે.


યારે તેમને પુછવામાં આવ્યું કે, ચીનનાં વુહાન શહેરમાં ઠીક થઇ ચુકેલા ફરી એકવાર કોરોના વાયરસ થઇ શકે છે, તેવું તેમણે કહ્યું કે, આવું ખુબ જ ઓછું થાય છે. ડો નાનશાનનું કહેવું છે કે કોઇ વ્યકિતનાં ઠીક થયા બાદ ફરી એકવાર સંક્રમિત થવાનું એક કારણ શરીરમાં એન્ટીબોડિઝના હોવાનું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application