ભારતમાં ત્રણ નહીં, દસ લાખ મોત કોરોનાથી થયાં

  • May 27, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના આરોગ્ય નિષ્ણાંતો દ્વારા એવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાવાયરસ મહામારી ને પગલે કુલ ત્રણ લાખ લોકોના મોત થયા નો આંકડો ભારત દ્વારા આપવામાં આવ્યો છે પરંતુ તે ગળે ઉતરે એવો નથી કારણકે ભારતમાં દસ લાખ અથવા તેથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની શંકા છે.

 


નિષ્ણાંતોએ કહ્યું છે કે મૃત્યુના આંકડા ખૂબ જ ઓછાજાહેર કરવામાં આવ્યા છે કારણ કે ભારતમાં કેટલા લોકો સંક્રમિત થયા છે અને કેટલાક બ્લડ ટેસ્ટ થયા છે તેના આંકડા મેળવવામાં આવ્યા છે અને પરિસ્થિતિ ભારતમાં વધુ ગંભીર હોવાનું દેખાઈ આવ્યું છે. જો કે ભારત પાસે આંકડા સાચા નથી.

 


ન્યૂ યોર્ક ટાઇમ્સ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલમાં પણ વિશ્વના નિષ્ણાતોને ટાંકીને એમ જણાવવામાં આવ્યું છે કે ભારત દ્વારા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે તે સાચો નથી અને 1000000 અથવા તેનાથી વધુ  લોકોના મૃત્યુ થયા હોવાનો પ્રાથમિક અંદાજ નીકળી રહ્યો છે.

 


આ અહેવાલમાં કેન્દ્ર સરકાર પર એવો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે કે ભારતમાં કુલ કેટલા લોકો સંક્રમિત થયા છે તેનો ચોક્કસ આંકડો પણ મળી શકે એમ નથી કારણ કે રેકોર્ડની બરાબર જાળવણી થતી નથી અને ટેસ્ટિંગ પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવ્યા નથી.

 


વિશ્વના નિષ્ણાંતોએ એમ પણ કહ્યું છે કે ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ મૃત્યુના કેસમાં ભયંકર વધારો થયો હતો પરંતુ જે આંકડો જાહેર કરવામાં આવે છે તે પણ સાચો છે કે નહીં તેને શંકા છે અને વિશ્વના કોઈ દેશમાં દૈનિક મૃત્યુ ના કેસ એટલા બધા જોવામાં આવ્યા નથી.

 


ભારતમાં સંક્રમિત લોકોના સાચા આંકડા મળવા મુશ્કેલ છે તેવો આક્ષેપ કરીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ત્રણ લાખ નહીં બલ્કે 1000000 અથવા તેનાથી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા હોવા જોઈએ.

 

 

પંજાબમાં કોરોના નહીં હોવા છતાં 32ને બ્લેક ફંગસ
લોકોમાં અને સરકારમાં ચિંતા વધી, પંજાબમાં કુલ 158 જેટલા કેસ


દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને સાથોસાથ બ્લેક ફંગસનો પગાર પણ ચાલી રહ્યો છે અને હવે તેમાં આક્રમકતા આવતી જાય છે કારણ કે પંજાબમાં કોરોનાવાયરસ નહીં હોવા છતાં 32 લોકોને આ રોગ લાગુ પડી ગયો છે અને સરકારમાં તેમજ લોકોમાં પણ ચિંતા વધી ગઈ છે.

 

પંજાબમાં અત્યાર સુધીમાં અનેક રોગના 158 જેટલા કેસ મળી આવ્યા છે અને બધા ની સારવાર ચાલી રહી છે જોકે દવા ના અભાવે દર્દીઓની સારવારમાં અવરોધ આવી રહ્યો છે અને કેન્દ્ર સરકારને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે ડોક્ટર નો એવો અભિપ્રાય છે કે 32 લોકોને અન્ય કોઇ બીમારીને કારણે સ્ટેરોઈડ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આ નવો રોગ લાગુ પડી ગયો છે. કોરોનાવાયરસ ના દર્દી ને જ આ રોગ લાગુ પડે એવું નથી બલ્કે કોઈ અન્ય બીમારી ને લીધે સ્ટેરોઈડ લીધા હોય તો પણ આ રોગ લાગુ પડી શકે છે. પંજાબમાં નોડલ ઓફિસર તરીકે કામ કરી રહેલા નિષ્ણાંત ડોક્ટર ગગન સિંઘે એમ કહ્યું છે કે જે વ્યક્તિની ઇમ્યુનિટી નબળી હોય છે તેને આ રોગ લાગુ પડી શકે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021