ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યાં છે? ના, ટેસ્ટીંગ ઘટ્યું છે પણ સ્થિતિ યથાવત છે

  • May 05, 2021 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર કેસ ઘટ્યાંનો દાવો કરી રહી છે પરંતુ ટેસ્ટીંગના આંકડા જ હકીકત દશર્વિે છે કે લેબ ટેસ્ટ ઓછા થઇ રહ્યાં છે, લોકો સંક્રમિત હજી પણ છે

 ગુજરાત સરકાર કોરોના સંક્રમણના આંકડા ઘટ્યાં હોવાનો દાવો કરી રહી છે પરંતુ હકીકત એવી છે કે સરકારે ટેસ્ટીંગ ઘટાડ્યું છે, લોકો હજી પણ સંક્રમિત થઇ રહ્યાં છે. રાજ્યમાં આરટી પીસીઆર ટેસ્ટ પણ ખૂબ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. રાજ્યની વડી અદાલતે પણ ટેસ્ટીંગ ઘટાડવા અંગે સરકારને સૂચક સવાલો કયર્િ છે.

 

 


આંકડા પરથી લાગે છે ટેસ્ટીંગ ઘટી રહ્યું છે. 23મી એપ્રિલે 1.89 લાખ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જ્યારે 2જી મે ના રોજ 1.60 લાખ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. સૌથી ચોકાવનારી વિગત એવી છે કે રાજ્યનો પોઝીટીવિટી રેશિયો 2જી મેના રોજ 9.4%એ પહોંચ્યો છે અથર્તિ જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તેમાંથી 9.4% ટેસ્ટ કરાવનારનો રીપોર્ટ પોઝિટીવ આવી રહ્યો છે.

 


એક હકીકત એ પણ છે કે ટેસ્ટિગ સેન્ટરમાં છેલ્લા દસ-પંદર દિવસથી ટેસ્ટિંગ કીટની પણ તંગી સર્જાઇ છે. ટેસ્ટ કીટ નહીં હોવાથી કેટલાક સેન્ટરો બંધ કરવા પડ્યા હતા. તબીબોના મતે એક વાત સારી એ થઈ છે કે જે દર્દીઓ ઘરે સારવાર લઈ શકતા હોય તેઓ હોમ આઈસોલેશનનો વિકલ્પ વધુ પસંદ કરી રહ્યાં છે હવે. હોસ્પિટલ અને ઓક્સિજનની અછતને સમજીને લોકો દૂર ભાગી રહ્યાં છે અને ઘરે જ મહત્તમ સારવાર લઈને કોરોના સામે જંગ લડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

 

 


આ ઉપાયનો એક ગેરલાભ ટૂંકાગાળામાં સરકારે અને જનતાએ ભોગવવો પડી શકે છે કેમ કે હાલમાં દર્દીઓ ઓક્સિજન અને બેડની અછતને કારણે ઘરે સારવાર લઈ રહ્યાં છે તેને કારણે ઘરના સ્વજનોને કોરોના ચેપ લાગવાનો ભય વધુ છે. આ સિવાય જો દર્દીની સ્થિતિ કાબૂ બહાર જશે અને ત્વરિત હોસ્પિટલાઈઝેશનની જરૂર પડશે અને અંતિમ સમયે બેડ નહિ મળે તો કોરોનાનો ડેથ રેશિયો ખૂબ ચો જઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS