મુંબઈમાં કોરોનાના કેસમાં 50 ટકાનો ઘટાડો, નવા કેસનો દર ત્રણ સપ્તાહમાં સૌથી નીચો

  • April 25, 2021 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મુંબઈમાં શનિવારે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં મુંબઇમાં કોરોના વાયરસના 5888 નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે 71 લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજી તરફ 8,549 લોકો સારવાર બાદ ડીસ્ચાર્જ થયા હતા. મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ કેસ 42 લાખને પાર થયા છે. રાજ્યમાં કુલ કોરોના કેસ 42,28,836 કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67,160 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 676 લોકો મૃત્યુ પામ્યા હતા. સારવાર બાદ 63,818 દર્દીઓ ડીસ્ચાર્જ થયા હતા.

 

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી શનિવારે કહેવામાં આવ્યું હતું કે કોવિડ -19 ના રોજ નોંધાતા નવા કેસોમાં 74.15 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોના છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિળનાડુ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના 12 રાજ્યોમાં દૈનિક સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS