દેશમાં 24 કલાકમાં કોરોનાથી ટપોટપ 1,340 લોકોનાં મોત: 57% વસ્તી ઘરોમાં કેદ

  • April 17, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સતત ત્રીજા દિવસે નવા કેસનો આંક 2 લાખથી વધ્યોદેશમાં કોરોનાની કેસ સતત વધી રહ્યા છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. આ દરમિયાન આજે દેશમાં સતત ત્રીજા દિવસે બે લાખથી વધુ કેસ નોંધાયા છે. આજે 2.34,692 કેસ આવ્યા છે અને 1,341 લોકોનાં મોત થયા છે, જેણે દુનિયા સામે દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ સામે લાવી દીધી છે. દેશમાં આ બીમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે સ્મશાન ઘાટો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. મોતના આંકડાની સાથે સાથે દેશમાં કોરોનાના નવા કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.

 


આજે કોરોના સંક્રમિત નવા કેસની સંખ્યાઓ ફરી રેકોર્ડ તોડ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં 2,34,892 નવા કેસ નોંધાયા છે. કોરોનાને પગલે દેશના મોટાભાગના હિસ્સાઓમાં કડક નિયમો લગાવવામાં આવ્યા છે. દેશમાં 15 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ નાઇટ કર્ફ્યૂ અથવા વીકેન્ડ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના પ્રતિબંધને પગલે દેશની અડધી (57%) વસ્તી હાલ ઘરોમાં કેદ છે.

 


આજ પહેલા ભારતમાં છેલ્લે સૌથી વધારે મોત સપ્ટેમ્બરમાં નોંધાયા હતા, જે આંકડો 1,284 હતો. એક વિશ્લેષણ પ્રમાણે આગામી બે દિવસમાં દેશભરમાં 700 મિલિયનથી વધારે લોકો સીમિત સમય માટે કર્ફ્યૂનો સામનો કરશે. હકીકતમાં ભારતમાં કોવિડ-19ને પગલે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેનાથી આવા પ્રતિબંધો જરૂરી બની ગયા છે.

 


ગત વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ 93,617 કોરોના કેસ નોંધાયા હતા
ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ સુધી દરરોજ કોરોનાના 188,400 નવા કેસ નોંધાયા હતા. કોરોનાની પહેલી લહેર દરમિયાન પીક સમય દરમિયાન આટલા કેસ સામે આવ્યા ન હતા. 16 સપ્ટેમ્બર, 2020ના જ્યારે કોરોના પીક પર હતો ત્યારે ભારતમાં 93,617 નવા કેસ નોંધાયા હતા. એ રીતે જોઈએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એટલે કે બીજી લહેરમાં કોરોનાને કેસ બે ગણા થઈ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS