જેલમાં સાત કર્મચારી, 71 કેદીને કોરોના

  • April 20, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

71 પૈકી 69 કેદીઓને રેનબસેરામાં રખાયા: બે કેદીની હાલત વધુ ખરાબ હોય સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ: જેલમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય માટે સેનીટાઈઝ સહિતનાનું નિયમ ચૂસ્તપાલન: બન્નો જોશી

 



શહેરમાં કોરોનાના કેસ બેકાબુ બની રહ્યા છે. દરેક સરકારી કચેરીથી લઈ ઘર-ઘર સુધી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ સાત કર્મચારી અને 71 કેદીઓને કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું છે. આ 71 કેદી પૈકી 69 કેદીઓને રેનબસેરામાં રાખવામાં આવ્યા છે. જ્યારે બે કેદીની હાલત ગંભીર હોય તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે.

 

 


રાજકોટ મધ્યસ્થ જેલમાં લોકડાઉન બાદથી જ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તમામ નિયમોનું ચૂસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે પરંતુ તેમ છતાં હાલમાં કોરોનાની સ્થિતિ જે હદે વિકટ બની છે ત્યારે જેલ સુધી પણ કોરોનાનું સંક્રમણ પહોંચી ચૂકયું છે. રાજકોટ મધ્યસ્થ જેલના જેલ અધિક્ષક બન્નો જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવનાર સાત પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત જેલમાં બંદીવાન 71 કેદીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જે 71 કેદીઓ પૈકી 69ને રેનબસેરામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે બે કેદીની હાલત ગંભીર હોય તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેલમાં સ્થિતિ વધુ ન બગડે અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સેનીટાઈઝ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS