કોરોના કેસ એક સપ્તાહ વધશે, પછી ઘટશે: મુખ્યમંત્રી

  • March 26, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવા બે લાખને રોજ વેક્સિનેશન: દૈનિક 70 હજારનું ટેસ્ટિંગ: 70 ટકા બેડ ખાલી છે: વિધાનસભા સત્ર નહીં ટૂંકાવાય

 


કોરોનાના કેસમાં આગામી એક સપ્તાહ સુધી વધારો આવશે અને ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થતો જશે તેવી ધારણા વ્યકત કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેયુર્ં હતું કે, આમ છતાં કોરોનાની સ્થિતિ અંગે હાલમાં ધારણા કરવી કઠીન છે. રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે. આવશ્યક તમામ નિર્ણય કયર્િ છે.

 


આખા દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. રાજ્ય સરકારે અત્યારે અને અગાઉ પણ કહ્યું છે કે, આ બાબતે ગભરાવવાની અને ચિંતા કરવાની જરૂર નથી. સંક્રમણની સામે મૃત્યુઆંક ખૂબ નીચો છે. નિયંત્રણમાં છે. રાજ્ય સરકાર 3-ટી ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા ઉપર આગળ વધી રહી છે. ગઈકાલે મોટાપાયે રાજ્યમાં 70 હજાર લોકોનું કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તેમાં આપણે કોઈ ઘટાડો કરતા નથી.

 


રાજ્યમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન પણ જરૂરિયાત પ્રમાણે જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સારવાર માટે 70 ટકા બેડ ખાલી છે. જે લોકો પોતાના ઘરે છે તેમની 104, ધનવંતરી રથ અને સંજીવની રથના માધ્યમથી મદદથી ઝડપથી સારવાર-ઓપીડીની સુવિધા આપવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

 


તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના ચાર મહાનગરોમાં કેસ વધારે છે ત્યારે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કેસોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કોરોના સંક્રમણની આ સાઈકલમાં દૈનિક કેસમાં વધારો થઈ રહ્યો છે.

 


તેમણે કહ્યું હતું કે, આપણે હવે ગભરાવવાની જર નથી પણ સાવચેતી રાખવી ખૂબ આવશ્યક છે. આ રોગમાં માસ્ક પહેરી રાખવું તેમજ ઝડપી વેક્સિન લેવી એજ ઉકેલ છે.
ગુજરાતમાં દૈનિક 3 લાખ લોકોને વેક્સિન આપવી એવો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં અત્યારે આપણે સવા બે લાખ લોકોને વેક્સિન આપવા સુધી પહોંચી ગયા છીએ. જે આગામી સમયમાં દૈનિક 3 લાખ સુધી લઈ જવાશે.

 


સચિવાલય સહિત ગુજરાતના તમામ વયના સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ધણીને તે બધાનું વેક્સિનેશન ઝડપથી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમ તેમણે ઉમેર્યુ હતું. અત્યારે વિધાનસભા સત્રના માત્ર ચાર દિવસ બાકી હોવાથી સત્ર ટૂંકાવવાની કોઈ જરિયાત નથી. નાણાકીય વર્ષ માટે બજેટની મંજૂરી, અંતિમ મંજૂરી અને બાકીના બિલ સત્રના ચાર દિવસમાં પસાર કરવામાં આવશે. એટલે સત્ર ટૂંકાવવાની કોઈ આવશ્યકતા નથી.

 


બંધારણીય બિલો અને અગત્યના કાયદાકીય બિલો પસાર કરવાના છે તેને પાસ કરીને સત્ર પૂર્ણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS