કોરોના ખુદ આઇસીયુમાં...

  • July 08, 2021 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ મૃત્યુ 4621 : કુલ પોઝીટીવ કેસ 35948 : ડીસ્ચાર્જ - 2 : ગઇકાલે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક-એક કેસ નોંધાયા : અત્યાર સુધીમાં શહેરમાં 433477 અને ગ્રામ્ય વિસ્તારમાં 313158 લોકોના ટેસ્ટીંગ કરાયા

 

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોના હવે મરણપથારી પર છે, નવા કેસો સાવ ઓછા આવે છે, છેલ્લા 24 કલાકમાં જીલ્લામાં માત્ર બે પોઝીટીવ કેસ જોવા મળ્યા હતા જેની સામે બે દર્દી સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી હતી, બે દિવસ બાદ કોવિડ હોસ્પીટલમાં એક દર્દીનું આજે સવારે મોત થયું છે. અત્યાર સુધીમાં જામનગર જીલ્લામાં 746635 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કોરોનાકાળમાં 4621 દર્દીના કોવિડ હોસ્પીટલમાં મોત થયા છે જયારે 35948 દર્દીઓ પોઝીટીવ થયા હતા.

 

જામનગર શહેરની વાત લઇએ તો જનજીવન ધબકતુ થઇ ચુકયું છે, જો કે લોકો હજુ સોશ્યલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ કરે છે, શહેરમાં 433477 અને ગ્રામ્ય વિસ્તારમાં 313158 લોકોના ટેસ્ટીંગ થઇ ગયા છે, લગભગ જીલ્લાની 50 ટકા લોકોના ટેસ્ટીંગ થયા છે, છેલ્લા ત્રણ ચાર દિવસથી મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું છે એટલે કે 24 કલાકમાં માત્ર એક જ મોત થયું છે. કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના મોહનભાઇ નાથાભાઇ વાઘેલાનું કોવિડ હોસ્પીટલમાં મૃત્યુ થયું છે. તેમ હોસ્પીટલના સુત્રોએ જણાવ્યું છે.

 

ગ્રામ્ય વિસ્તારમાં તો છેલ્લા વીસેક દિવસથી પોઝીટીવ કેસનું પ્રમાણ ઘટી ગયું છે, ગામડાનું જનજીવન પણ પહેલાની જેમ પુરજોશમાં બની ગયું છે, લોકો ધીરે ધીરે બહાર નીકળી રહયા છે પરંતુ સપ્ટેમ્બર માસમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવો લોકોને ડર છે, મોરબી, પોરબંદર, રાજકોટ જીલ્લામાંથી દર્દીઓ હવે આવતા બંધ થઇ ગયા છે, કોવિડ હોસ્પીટલમાં 35 જેટલા દર્દીઓ સારવારમા છે એટલે ડોકટરની ટીમોને પણ રાહત થઇ છે જો કે સરકાર ત્રીજી લહેર માટે કોઇપણ પરિસ્થીતીને પહોચી વળવા સુસજજ હોવાનો દાવો કરી રહી છે અને લગભગ 2500 જેટલા દર્દીઓ થાય તો પણ તેને સારવાર મળી રહેે તેની વ્યવસ્થામાં તંત્ર કામે લાગી ગયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS