દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 3.92 લાખ નવા કેસ, 3600થી વધુના મોત, ડિસ્ચાર્જ થયા 3 લાખથી વધુ દર્દી

  • May 02, 2021 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 3.92 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આંકડા અનુસાર આ સમય દરમિયાન કોરોનાથી 3689 લોકોના મોત થયા છે. 

 

 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર નવા 3,92,488 નવા કેસ આવ્યા બાદ દેશભરમાં સંક્રમિતોની કુલ સંખ્યા હવે 1,95,57,457 થઈ ગઈ છે. 24 કલાકમાં 3689 દર્દીના મોત થયા છે આ સાથે મૃત્યુ પામનાર દર્દીની કુલ સંખ્યા 2,15,542 થઈ છે. હાલ દેશમાં 33,49,644 એક્ટિવ કેસ છે. 

 

 

જો કે ઘણા દિવસો પછી ડિસ્ચાર્જ થયેલા દર્દીના આંકડા રાહત આપે તેવા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા પણ 3 લાખથી વધુ છે. સારવાર બાદ 3,07,865 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS