રાત્રે 10 વાગે 10 મૃતદેહોની સળગી રહી છે ચિતા........

  • April 22, 2021 12:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુનો આંક પણ સડસડાટ વધી રહ્યો છે. સ્મશાન ગૃહોના મૃતદેહોની અંતિમ વિધી માટે લાગતી કતારની વાત હવે રોજીંદી બની છે. મંગળવારના દિવસે અને મોડી રાત સુધીમાં 27થી વધુ મૃતદેહોની કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ વિધી સ્વયંસેવકોએ કરી છે. કણતા એ છે કે સામાન્ય રીતે રાત્રે 8 પછી સ્મશાન ગૃહો અંતિમ વિધી માટે બંધ થઈ જતા હોય છે. જ્યારે હાલના સંજોગોમાં દિવસ-રાત ચિતાઓ પર અંતિમ ક્રિયા ચાલુ રહે છે.

 

 

કેટલી માનવ જીંદગીનો અંત આવ્યો અને તેના દેહને ક્યારે અંતિમ વિધી થઈ તે કહેવું જ મુશ્કેલ છે. ઉપરોક્ત તસ્વીર શહેરના ગોરડ સ્મશાનની રાત્રે 10 વાગ્યાની છે અને અહીં દસ ચિતાઓે સળગી રહી છે. આ મૃતદેહો રાખ બને અને ચૂલ-ચિતા ખાલી થાય એટલે વધુ બે મૃતદેહ આગમાં ભસ્મીભૂત થઈ પંચમહાભૂતમાં વિલિન થવા રાહ જોઈ રહ્યા હતા. આજે-બુધવારે સવારથી જ સ્મશાન ગૃહોમાં એક પછી એક મૃતદેહો આવી રહ્યા છે અને રાત્રે ચાર-પાંચ કલાક ઠંડી થયેલી ચિતાઓની ચૂલ ફરી તપવા લાગી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS