કોરોનાના કેસમાં ઘટાડો: વેકિસન લેવા પ્રચડં ધસારો

  • May 25, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં જેમ જેમ કોરોનાના કેસ ઘટતા જાય છે તેમ તેમ નાગરિકો વેકિસન લેવા માટે પ્રચડં ધસારો કરવા લાગ્યો છે. અગાઉ ગેરસમજના કારણે કે અન્ય કોઈપણ કારણોસર ગફલતમાં રહીને વેકિસન નહીં લેનાર લોકો હવે લાઈનમાં ઉભા રહીને વેકિસન લેવા લાગ્યા છે. તા.૧૬ જાન્યુઆરીથી રસીકરણ મહાઅભિયાન શરૂ થયું ત્યારે વેકિસન લેવાથી આડઅસરો થશે તેવું માનીને અનેક નાગરિકોએ વેકિસન લીધી ન હતી અને ત્યારબાદ માર્ચ–એપ્રિલમાં આવેલી બીજી લહેરમાં હારો નાગરિકો કોરોના સંક્રમિત થયા અને સેંકડોના મોત થયા ત્યારબાદ હવે વેકિસન લેવા માટે નાગરિકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે. દરમિયાન આજે બપોર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના ફકત ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેની સામે ૧૦,૧૫૧ નાગરિકોને વેકિસન આપવામાં આવી હતી.

 

 

વિશેષમાં મહાપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર રાજકોટ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના ૩૦ પોઝિટિવ કેસ મળતા હાલ સુધીના કુલ કેસ ૪૧,૨૦૧ થયા છે. આજ સુધીમાં ૩૯,૮૬૬ દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ છે. આજ સુધીનો રિકવરી રેઈટ ૯૬.૮૩ ટકા રહ્યો છે. આજ સુધીમાં કુલ ૧૧,૨૩,૬૭૪ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ ૩.૬૬ ટકા રહ્યો છે. ગઈકાલે તા.૨૪ના રોજ ૨૮૧૩ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૮થી ૪૪ વર્ષની વયના ૮૯૨૦ અને ૪૫ વર્ષથી મોટી વયના ૧૨૩૧ સહિત કુલ ૧૦,૧૫૧ નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. ૧૫૨ નાગરિકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને પોઝિટિવિટી રેઈટ ૫.૪૦ ટકા રહ્યો હતો તેની સામે ગઈકાલે ૨૩૭ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS