કોરોનાના કેસમાં ભારત વિશ્વમાં 17માંથી પાંચમા ક્રમે આવી ગયું

  • March 05, 2021 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ ફરીથી આક્રમક બની રહ્યો છે અને ફરીથી ચિંતા ઊભી થઈ ગઈ છે કારણકે નવા કેસ મા દેશનો ક્રમ 17મા સ્થાને થી પાંચમા ક્રમે આવી ગયો છે અને એટલા માટે ચિંતા વધી ગઈ છે અને કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારે નવેસરથી પોતાના તંત્રને કામે લગાડી ચૂકી છે. વચમાં થોડા દિવસ નવા કેસ ની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ ગયો હતો અને ઘણા બધા શહેરોમાં કોવિડ હોસ્પિટલો પણ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે અલગ અલગ રાજ્યોમાં નવેસરથી આ હોસ્પિટલો અને ટેસ્ટિંગની કામગીરી ફરીથી ઝડપી બનાવવામાં આવી છે. રોજ નવા કેસ નોંધવાની બાબતમાં ફક્ત ચાર દેશો ભારતથી આગળ છે અને તેમાં અમેરિકા બ્રાઝિલ ઇટાલી અને ફ્રાન્સ નો સમાવેશ થાય છે જ્યારે ભારત નો પાંચમો ક્રમ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 17 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને આ પહેલા 29 જાન્યુઆરી ના રોજ 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ બહાર આવ્યા હતા.

 

85 ટકાથી વધુ નવા દર્દી ગુજરાત સહિત છ જેટલા રાજ્યમાં નોંધાયા


ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 17,407 નવા કેસ નોંધાયા હતા અને એમાંથી 85.51 ટકા દરદી છ રાજ્યમાં નોંધાયા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.આ છ રાજ્યમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિળનાડુ, ગુજરાત અને કણર્ટિકનો સમાવેશ થાય છે. નવા નોંધાયેલા 17,407 કેસમાંથી સૌથી વધુ 9855 કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. આ અગાઉ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,259 કેસ 18મી ઑકટોબરે નોંધાયા હતા. ત્યાર બાદ બીજા ક્રમાંકે કેરળમાં 2765 કેસ અને પંજાબમાં 722 નોંધાયા હતા.

 


હાલ ભારતમાં 1,73,413 સક્રિય દરદી છે, જે કુલ દરદીના 1.55 ટકા થાય છે.મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, હરિયાણા ગુજરાત અને મધ્ય પ્રદેશમાં નવા કેસ વધી રહ્યા  છે. તો ગત 24 કલાકમાં કેરળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને આસામમાં સક્રિય કેસોની સંખ્યા ઘટી છે.

 


ગત 24 કલાકમાં 89 વ્યક્તિએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાંથી મહારાષ્ટ્રમાં 42, કેરળમાં 15 અને પંજાબમાં 12 દરદીના મોત થયાં હતાં. આ સાથે કોરોનાને કારણે મરનાર વ્યક્તિની સંખ્યા વધીને 1,57,435 થઇ હતી.

 


ગત 24 કલાકમાં મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, ઝારખંડ, પુડુચેરી, આસામ, લક્ષદ્વિપ, નાગાલેન્ડ, સિક્કિમ, લદાખ, ત્રિપુરા, આંદામન-નિકોબાર ટાપુઓ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, દમણ, દિવ અને દાદરા નાગર હવેલી અને અરુણાચલ પ્રદેશ મળીને કુલ 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS