દેશમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, 24 કલાકમાં 42,263 નવા કેસ નોંધાતા વધી ચિંતા

  • September 09, 2021 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોનાના 40 હજારથી ઓછા કેસ નોંધાતા હતા. આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 42,263 નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે 40,567 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બુધવારે 37,875 નવા કેસ નોંધાયા હતા અને 369 લોકોના મોત થયા હતા. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 30,196 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 181 લોકોના કોરોનાથી મોત થયા છે અને 27,579 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,39,480 છે. જ્યારે કુલ 40,21,456 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,001 છે.

 

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 71,65,91,428 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 86,51,701 લોકોને રસી અપાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021