ઘરબેઠાં કોરોના ટેસ્ટ કરી શકાશે: ૨૫૦ રૂપિયા કિંમત

  • May 20, 2021 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોમ ટેસ્ટિંગ કિટને આઇસીએમઆએની મંજૂરી: પોઝિટિવ રીપોર્ટ આવે તો ગાઈડલાઈન પાળવી પડશેકોરોનાનો ટેસ્ટ હવે ઘર પર કરી શકાશે. આઈસીએમઆરે હોમ ટેસ્ટ કિટને મંજૂરી આપી છે. આ કિટ દ્રારા ઘરમાં જ નાકથી કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લઈ શકાશે.  આ કોરોના ટેસ્ટ કિટને લઈને એડવાઇઝરી પણ જાહેર કરી છે. આ હોમ ટેસ્ટ કિટ લોકોને રૂા.૨૫૦માં પડશે અને સામાન્ય માણસ પણ તેની ખરીદી કરી શકશે.

 


આઈસીએમઆરે કહ્યું કે, હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે. આ તેના માટે નથી જે લોકો લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા છે. હોમ ટેસ્ટિંગ માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે.

 


મોબાઇલ એપ દ્રારા પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટ મળશે. જે લોકો ટેસ્ટિંગ કરશે તેણે ટેસ્ટ સ્ટિ્રપ ફોટો પાડવો પડશે અને તે ફોનથી તસવીર લેવાની રહેશે જેના પર મોબાઇલ એપ ડાઉનલોડ હશે. મોબાઇલ ફોનનો ડેટા સીધો  ICMR  ના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે. પરંતુ દર્દીની ગોપનીયતા યથાવત રહેશે. આ ટેસ્ટ દ્રારા જેનો પોઝિટિવ રિપોર્ટ આવશે તેને પોઝિટિવ માનવામાં આવશે. કોઈ બીજા ટેસ્ટની જર પડશે નહીં.

 


જે લોકો પોઝિટિવ હશે તેણે હોમ આઇસોલેશનને લઈને ICMR  અને હેલ્થ મિનિસ્ટ્રીની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. લક્ષણવાળા જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે તેણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. હોમ આઇસોલેશન ટેસ્ટિંગ કિટ માટે માઈ લેબ ડિસ્કવરી સોલ્યૂશન લિમિટેડને ઓથોરાઇઝ કરવામાં આવ્યું છે. આ પુણેની કિંમતની છે. આ કિટનું નામ  COVISELF છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS