સૂરતમાં ફૂટ્યો કોરોના બોમ્બ, શાળાએ જતાં 80થી વધુ વિદ્યાર્થી કોરોના સંક્રમિત

  • March 13, 2021 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વધતાં કોરોનાના કેસમાં સૌથી વધુ વધારો સુરત અને અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે. અહીં રોજ નોંધાતા કેસની સંખ્યા 100થી પાર જવા લાગી છે. ફરી એકવાર આ શહેરોમાં નવા નોંધાતા કેસ વધવા લાગ્યા છે. તેમાં પણ ચિંતાજનક સ્થિતિ હવે સુરતની ફરીવાર થવા લાગી છે. 

 

 

ગુજરાત સરકારે રાજ્યમાં તબક્કાવાર શાળાઓ ખોલવા મંજૂરી આપી છે ત્યારે સુરત શહેરમાંથી ચિંતાજનક માહિતી સામે આવે છે. અહીં શાળાઓ જતાં 80થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. 

 

 

સૂરતમાં શાળા શરુ થયા બાદ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં જેટલા બાળકોના કોરોના ટેસ્ટ થયા છે તેમાંથી 85 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. 

 

 

કોરોનાના કેસ શહેરમાં વધતાં અહીં શાળાઓમાં વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા હતા. જેમાં અહીંની 25 શાળાના 1613 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ થયા, આ ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું કે 85 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ છે. આ રિપોર્ટ બાદ જે શાળામાંથી 5થી વધુ કેસ નોંધાયા છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવા આદેશ કર્યો છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS