રાજકોટમાં કોરોના વિસ્ફોટ આજે બપોર સુધીમાં ૧૨૦ કેસ

  • April 03, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકાના શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા કોરોના પોઝિટિવ, આવતીકાલે મ્યુનિ. ભાજપ કાર્યાલય સેનીટાઈઝ કરાશે


રાજકોટ શહેરમાં આજે ફરી કોરોના વિસ્ફોટ થયો છે. બપોર સુધીમાં જ ૧૨૦ કેસ મળતા મહાનગરપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહાપાલિકાના શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા કોરોના પોઝિટિવ આવ્યા છે જેના અનુસંધાને આવતીકાલે ભાજપ કાર્યાલય સેનીટાઈઝ કરવામાં આવશે. આ તકે સુરેન્દ્રસિંહ વાળાએ તેમના સંપર્કમાં આવેલા તમામને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે પણ અપીલ કરી છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં કોરોનાના કેસનો આકં સતત વધી રહ્યો છે. ગઈકાલે ૫૮૭૫ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. યારે આજે સવારથી બપોર સુધીમાં વધુ ૧૨૦ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

 


દરમિયાન આજે બપોર સુધીમાં વધુ ૬૦૬૧ લોકોને કોરોના સામેની વેકિસન આપવામા આવી હતી. ઢેબર રોડ સ્થિત એસટી બસ પોર્ટ ખાતે ડેપોના સ્ટાફ તેમજ ડ્રાઈવરો અને કન્ડકટરો માટે વેકિસનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેની મેયર ડો.પ્રદીપભાઈ ડવે મુલાકાત લીધી હતી.

 


દરમિયાન આજે રાજકોટ શહેર ભાજપના કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશીએ પણ કોરોના સામેની રસી લીધી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS