આઈપીએલ-પહેલા જ વાનખેડે સ્ટેડિયમમાં કોરોના વિસ્ફોટ થતા ફફડાટ, બીસીસીઆઈ પણ ચિંતિત

  • April 03, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

10 મેચોનું આયોજન મુંબઈ ખાતેના વાનખેડે સ્ટેડિયમમાં થવાનું છે



મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની 10 મેચો રમાવવાની છે. અહીં 10 થી લઈને 25 એપ્રિલ સુધીમાં 10 મેચો રમાશે. પરંતુ આઈપીએલ શરૂ થાય તે પહેલા જ વાનખેડેમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં કોરોનાના 8 કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

 


વાનખેડે સ્ટેડિયમમાં તમામ 19 ગ્રાઉન્ડસ્ટાફના સભ્યોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડીયે આ ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 3 લોકોનો રિપોર્ટ 26 માર્ચે આવ્યો હતો. જેમાં 3 કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતાં. જ્યારે 1લી એપ્રિલે અન્ય 5 લોકો કોરોના સંક્રમિત જણાઈ આવ્યા હતાં.

 


જોકે હજી સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ શકી કે પહેલા રાઉન્ડમાં જે ગ્રાઉંડસ્ટાફ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતાં ત્યાર બાદ અન્યોને તેમનાથી અલગ કરવામાં આવ્યા હતાં કે કેમ? આઈપીએલના આયોજનના થોડા જ દિવસ પહેલા આટલા બધા કેસથી બોર્ડ પણ ગંભીર બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS