કોરોનાની કાળી કમાણી: ચાર દિવસમાં 2.66 કરોડનો દંડ

  • April 08, 2021 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર મહાનગરો કરફ્યૂ નિયમોને ભંગ કરવા બદલ 2373 વાહનો જપ્ત કરાયા: ડીજીપી આશિષ ભાટિયાએ કોરોના નિયમોના પાલન કરાવવા માટે તંત્રને ઝુંબેશ શરુ કરવાના આદેશ આપ્યા હતાગુજરાતમાં કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સાવચેતી રુપે નાગરિકોને કોરોના નિયમોનું કરવા અપીલ કરી રહી છે. નિયમોનું ચોક્કસ પણ પાલન થાય એ માટે પોલીસ પ્રશાસનને પણ દોડતું કર્યું છે. પરંતુ રાજ્યમાં નાગરિકો કોરોના નિયમોનું પાલન નથી કરતા એનો ખુલાસો, રાજ્ય પોલીસ દ્વારા કોરોના નિયમોના ભંગ બદલ વસૂલવામાં આવેલા દંડની રકમ કરે છે. વિતેલા ચાર જ દિવસમાં ગુજરાત પોલીસે માસ્ક ન પહેરનારા અને જાહેર સ્થળો પર થૂંકવા બદલ લોકો પાસેથી 2.66 કરોડ રુપિયા દંડ પેટે વસૂલ્યા છે.

 


એક અધિકારીના જણાવ્યા મુજબ આ દંડ બેથી પાંચ એપ્રિલની વચ્ચે વસૂલવામાં આવ્યો હતો. ગુજરાતમાં માસ્ક ન પહેરનારા પર 1000 રુપિયાનો દંડ લાગે છે.
રાજ્ય પોલીસે હાલમાં જાહેર કરેલા અહેવાલ મુજબ ગુજરાતમાં કોવિડ-19 નિયમોના ભંગ માટે 2થી 5 એપ્રિલ સુધીમાં દર દિવસે આશરે 6600 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે માસ્ક ન પહેરનારા કે જાહેર સ્થળો પર થૂંકવા પર 26,761 લોકો પાસેથી ચાર દિવસમાં 2.66 કરોડ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરવા સામે લોકો પર  ઈંઙઈ અભિં 188   હેઠળ 1300 ફરિયાદો નોંધવામાં આવી હતી.

 


રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ચાર દિવસમાં ઓછામાં ઓછા 2410 લોકોની કોરોના સંબંધિત નિયમો અને દિશા-નિર્દેશના ભંગ કરવા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના પ્રભાવિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના ભંગ બદલ 2373 વાહનો જપ્ત કરવામા આવ્યા હતા.

 


ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કોરોના લહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વડા આશિષ ભાટિયાએ પોલીસ પ્રશાસનને કોરોના નિયમોના કડક પાલન કરાવવા માટે ઝુંબેશ શરુ કરવાના આદેશ આપ્યા હતા. જે હેઠળ રાજ્યભરમાં કોરોના નિયમો કે કર્ફ્યુનો ભંગ કરનારા વિરુદ્ધ દંડ અને કાર્યવાહીની જોગવાઇ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS