કોરોનાએ રિયલ એસ્ટેટને પછાડુ, અમદાવાદમાં તૈયાર આવાસના વેચાણમાં વિક્રમી ઘટાડો

  • July 20, 2020 10:31 AM 664 views


લોકડાઉનના કારણે વતન ગયેલા મજૂરો પાછા આવ્યા નથી અને બીજી તરફ આર્થિક સંકટ હોવાથી બંગલા કે લેટના ખરીદારો મળતા નથી

કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રિયલ એસ્ટેટને ગંભીર અસર થઇ છે. ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં એકલા અમદાવાદમાં મકાન કે લેટના વેચાણમાં ૬૯ ટકાનો વિક્રમી ઘટાડો થયો છે. આ ઘટાડાનું એકમાત્ર કારણ કોરોના સંક્રમણ, લોકડાઉન અને આર્થિક મંદી છે. વૈશ્વિક રિયલ એસ્ટેટનું કન્સલ્ટન્સી કામ કરતી કંપની નાઇટફ્રાન્ક ઇન્ડિયાના એક રિપોર્ટમાં જણાવાયું છે.


સર્વેક્ષણના રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેરમાં ઓફિસ સ્પેસની માંગ નબળી રહી છે અને નવી સપ્લાય સામે લીઝ ટ્રાન્ઝેકશનમાં ઘટાડો થવાથી ઓફિસ સ્પેસમાં વેકેન્સી લેવલ ૪૧ ટકા જેટલું ઐંચું નોંધાયું છે. ઉપરાંત ઓફિસ સ્પેસ રેન્ટલમાં પણ ૧૨ ટકા ઘટાડો થયો છે.


કંપનીએ પોતાના અર્ધવાર્ષિક રિપોર્ટ 'ઇન્ડિયા રિયલ એસ્ટેટ: એચ૧–૨૦૨૦'માં જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન દેશમાં આઠ મોટાં શહેરોમાં ઓફિસ અને રેસિડેન્શિયલ માર્કેટ વિશે વિગતો આપી છે. અમદાવાદમાં ૨૦૨૦ના પ્રથમ છ માસમાં ૨,૫૨૦ યુનિટનું વેચાણ નોંધાયું છે, જે ૨૦૧૯ના પ્રથમ છ માસની સરખામણીએ ૬૯ ટકાનો ઘટાડો દર્શાવે છે.


શહેરમાં મકાનોની સરેરાશ કિંમતમાં પણ ગયા વર્ષના પ્રથમ છ માસની સરખામણીએ ૧.૯ ટકા ઘટાડો થયો છે. અમદાવાદમાં નવાં મકાનોના લોન્ચિંગમાં પણ ૨૩ ટકા ઘટાડો થયો છે અને કુલ ૨,૬૨૭ યુનિટ લોન્ચ થયા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શહેરનાં તમામ માઈક્રો માર્કેટસમાં વેચાણ ઘટું છે અને તેમાં પણ દક્ષિણ અમદાવાદમાં ૮૪ ટકા અને ઉત્તરમાં ૬૬ ટકા ઘટાડો થયો છે.


રિપોર્ટ મુજબ ૨૦૨૦ના બીજા કવાર્ટરમાં લોકડાઉને કારણે માત્ર ૨૫૨ મકાનનું વેચાણ થયું હતું. શહેરમાં બિઝનેસ કામગીરી ચાલુ થઈ ગઈ હોવાથી હવે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળશે એ નિશ્ચિત છે. ડેવલપરોએ પ્રથમ છ માસમાં વધારે આક્રમક નેગોશિયેશન કયા છે અને ગ્રાહકોને પેમેન્ટમાં વિવિધ વિકલ્પો આપીને સેકટરમાં લિકિવડિટી જાળવવા પ્રયાસ કર્યેા છે એમ પણ રિપોર્ટ કહે છે.


૨૦૨૦ના પ્રથમ છ માસમાં શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટે સારો દેખાવ કર્યેા છે અને કુલ લોન્ચમાં છ૫૦ લાખથી ઓછી કિંમતનાં મકાનો ૭૫ ટકા અને કુલ વેચાણમાં છ૫૦ લાખથી ઓછી કિંમતના મકાનોનો હિસ્સો ૭૧ ટકા નોંધાયો છે. શહેરના નોર્થ ભાગ એવા ન્યૂ રાણીપ, ગોતા અને ચાંદખેડામાં કુલ વેચાણના ૩૬ ટકા વેચાણ નોંધાયાં છે યારે પશ્ચિમ વિસ્તારોમાં ૩૦ ટકા વેચાણ નોંધાયું છે.


રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં ૨૦૨૦ના પ્રથમ છ માસમાં ઓફિસ ટ્રાન્ઝેકશન્સ ગયા વર્ષની સરખામણીએ ૧૬ ટકા ઘટીને ૦.૫ મિલિયન ચોરસ ફટ નોંધાયા છે અને નવી સપ્લાય પણ ૨ ટકા ઘટીને ૨.૬ મિલિયન ચોરસ ફટ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં બીજાં શહેરોની સરખામણીએ માંગમાં ઓછો ઘટાડો થયો છે પરંતુ નવા પૂર્ણ થયેલા પ્રોજેકટસની સપ્લાય સામે માંગ ઓછી જ છે તેથી ઓફિસ સ્પેસમાં વેકેન્સી દર ૪૧.૭ ટકા જેટલો ઐંચો નોંધાયો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application