કોરોના અને કાયદાની પરવાહ કર્યા વગર કર્ફયુ સમયે ક્રિકેટ રમતા ૧૨ ઝડપાયા

  • May 02, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં એક તરફ કોરોના કેસ અટકવાનું નામ લેતા નથી તો બીજી તરફ કેટલાક બેદરકાર લોકો કોઈપણ સંજોગોમાં નિયમોનું પાલન કરવા તૈયાર ન હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ગઈકાલે ધામધૂમથી પુત્રના લ કરનાર ડોકટર સામે પોલીસે લમાં નિયમ વિદ્ધ મહેમાન એકત્ર કરવા માટે કાર્યવાહી કરી હતી, તેમજ ટુશન કલાસ ચલાવનાર સંચાલક સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

 


પરંતુ તેમછતાં કેટલાક લોકોની નિયમોની કોઇ પરવાહ જ હોય તેવું ગઈકાલે રાતે સામે આવેલા બનાવ પરથી જણાઈ રહ્યું છે. શહેરના દૂધસાગર રોડ પર આવેલા હૈદરી ચોકમાં રાત્રિના સમયે ક્રિકેટ મેચની રમઝટ ચાલી રહી હતી, જેની જાણ થતા પોલીસે દરોડો પાડી કયુ સમયે ક્રિકેટર રમનાર ૧૨ સામે કરયુના નિયમનો ભંગ, સોશિયલ ડિસ્ટન્સનો ભગં તેમજ માસ્ક પહેર્યા વગર બહાર નીકળવા અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

 


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ મથકના પી.આઈ બી.એમ. કાતરિયાની રાહબરીમાં પી.એસ.આઈ જી. એસ. ગઢવી તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, દૂધસાગર રોડ પર આવેલા હેદરી ચોકમાં રાત્રિના સમયે કેટલાક લોકો ક્રિકેટની મજા માણી રહ્યા છે. જે વાતની જાણ થયા બાદ પોલીસ ટીમ તાકીદે અહીં પહોંચી હતી. પોલીસે અહીં પહોંચી જોતા કર્યુ સહિતના નિયમોને ભૂલી કેટલાક શખસો ક્રિકેટ રમી રહ્યા હતા તો કેટલાક આ નજારો માણી રહ્યા હતા. પોલીસને જોઈ અહીં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ તેમછતાં પોલીસે ક્રિકેટ રમનાર ૧૨ શખસોને ઝડપી લીધા હતા.

 


પોલીસે જે શખસોને અહીંથી ઝડપી લીધા હતા તેમાં જીલ્લાની સુમાલભાઈ રાઉમાં (ઉવ. ૨૦ રહે. લાખાજીરાજ શે.ન. ૩, ના ખુણે હૈદરી ચોક) ફીરોજ સુલેમાન ગામેતી (ઉવ. ૨૨ રહે. લાખાજીરા શ્રમજીવીસોસાયટી શે.ન. ૬, હૈદરી ચોક) નજીમ યુસુફભાઈ મલેક (ઉવ. ૨૬ રહે. લાખાજીરાજ શ્રમજીવી શેરી ન. ૨, હૈદરી ચોક), બિલાલ દિલાવરભાઈ ઉઠમણા (ઉવ. ૨૧ રહે. ભગવતી સોસાયટી શે.ન. ૩,)અસ્ફાક રહીમભાઈ કટારીયા (ઉવ. ૨૨ રહે. શ્રમજીવી સોસાયટી શે.ન. ૬,), ઈમ્તીયાઝ દિલાવરભાઈ ઉઠમણા(ઉવ. ૨૩ રહે. ભગવતી સોસાયટી શે.ન. ૩), સરફરાઝ સીરાજભાઈ મલેક (ઉવ. ૨૩ રહે. ભગવતી સોસાયટી હૈદરી  ચોક), કયુમ દિલાવરખાન બ્લોચ (ઉવ. ૧૯ રહે. દુધસાગર રોઢ ભગવતી સોસાયટી શે.ન. ૩), દાનીશ જુબેરભાઈ દસાડીયા ( ઉવ. ૨૫ રહે. લાખાજીરાજ સોસાયટી શે.ન. ૪, ના ખુણે), અરમાન સલીમભાઈ બ્લોચ (ઉવ. ૨૦ રહે. લાખાજીરાજ –૧ ગામેતી હોલ વાળી શેરી) અમીન અસરફભાઈ શાહમદાર (ઉવ. ૨૦ રહે. મ.રામબાપાની વાડી, સલીમભાઈ કાદરભાઈ શાહમદાર (ઉવ. ૨૩ રહે. લાખાજીરાજ શે.ન. ૨, હત્પશેની ચોક પાસે) નો સમાવેશ થાય છે.

 


પોલીસે રાત્રીના ક્રિકેટ રમતા પકડાયેલા આ શખસો સામે આઇપીસીની કલમ ૨૬૯,૧૮૮,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોરાળા વિસ્તારમાં આવેલા હૈદરી ચોકમાં અગાઉ પણ લોકડાઉન સમયે ક્રિકેટ મેચ રમનારા શખસોને પોલીસે ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS