લ્યો બોલો... લોકડાઉનમાં જન્મ્યા ટ્વિન્સનો તો માબાપએ નામ રાખી દીધું કોરોના અને કોવિડ

  • April 03, 2020 05:17 PM 1013 views

કોરોના વાયરસ અને કોવિડ-19 નામ આવતાં જ અત્યારના સમયમાં મનમાં ડર જન્મે છે. તેવામાં આ બીમારી પરથી બાળકોના નામ રાખવાનો વિચાર આવે ખરો ? જવાબ સામાન્ય રીતે તો ના જ હોય પરંતુ રાયપુરના એક દંપતિએ આ કામ કર્યું છે. રાયપુરના આ દંપતિને ત્યાં લોકડાઉન વચ્ચે ટ્વીન્સનો જન્મ થયો છે. જેમાં એક દીકરો અને એક દીકરી છે. હવે આ દંપતિએ વિચિત્ર કામ એ કર્યું છે કે પોતાના સંતાનોના નામ કોવિડ અને કોરોના રાખ્યા છે. દીકરીનું નામ કોરોના અને દીકરાનું નામ કોવિડ રાખવામાં આવ્યું છે. 

દંપતિએ જણાવ્યું હતું કે અનેક સમસ્યા વચ્ચે 27 માર્ચએ તેમને ત્યાં સંતાનોના જન્મ થયા હતા. તેથી તેમણે વિચાર્યું કે આ દિવસને અને બાળકોના નામને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાખવામાં આવે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application