બંગાળમાં 12 હજાર નવા કેસ અને 56 મોત

  • April 23, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના આક્રમક બનતા ચૂંટણી પંચે રોડ-શો અને વાહન રેલી પર મુક્યો પ્રતિબંધ



દેશના અન્ય રાજ્યોની જેમ પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાવાયરસ મહામારી હવે વધુ ખતરનાક બની રહી છે અને વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગંભીર પરિસ્થિતિ નિમર્ણિ થઇ છે અને છેલ્લા 24 કલાકમાં બાર હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 56 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

 


બંગાળમાં કોરોના ભયંકર રીતે ફેલાઇ રહ્યો હોવાથી ચૂંટણીપંચ દ્વારા આક્રમક પગલા લેવામાં આવ્યા છે અને રોડ શો તેમજ વાહન રેલી પર પ્રતિબંધ જાહેર કર્યો છે. હવે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ખૂબ જ નિયંત્રણ રાખવું પડશે.

 


આજે સવારે મમતા બેનર્જી દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં યોજાનાર તમામ ચૂંટણી સભાઓ રદ કરી દેવામાં આવી છે. ગઈકાલે વડાપ્રધાનની યોજાનારી રેલી પણ રદ કરી દેવામાં આવી હતી.

 


બંગાળમાં ભયંકર ગતિ સાથે નવા કેસ બહાર આવી રહ્યા છે અને લગભગ દરેક જિલ્લામાં પરિસ્થિતિ બગડી રહી હોવાના અહેવાલો વચ્ચે મૃત્યુના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં મોત ની કુલ સંખ્યા 11 હજાર સુધી પહોંચી ગઈ છે.

 


ચૂંટણીપંચ દ્વારા હવે પછીના દિવસો માટે કડક પગલાં અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ સભામાં 500 થી વધુ લોકોને એકત્ર કરવાની મનાઈ કરી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS