કોરોનાએ ફરી ચિંતા વધારી, 24 કલાકમાં 702 નવા કેસ નોંધાયા, 6ના મોત

  • December 28, 2023 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સક્રિય કેસની સંખ્યા ૪૦૯૭ થઇ, ઠંડીમાં વધારો થતાં કોરોનાના કેસોમાં આવ્યો ઉછાળો


કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૦૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન ૬ લોકોના મોત થયા છે. કોરોનાના સક્રિય કેસ ૪૦૯૭ થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે બે દર્દીઓના મોત થયા છે. જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક-એક દર્દીનું મોત થયું છે.


ગતરોજ દેશમાં કોવિડ-૧૯ના ૫૨૯ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ૪૦૯૩ નોંધાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. બુધવારે સવારે ૮ વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થયા હતા. તાજેતરમાં ઠંડીમાં વધારો થતાં કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે. આ પહેલા ૫ ડિસેમ્બર સુધી કોરોનાના કેસ નહિવત સમાન હતા.


દિલ્હીમાં 35થી વધુ કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા નમૂનાઓની તપાસ દરમિયાન, કોવિડ-૧૯ના સબ-વેરિઅન્ટ જેએન૧નો એક કેસ સામે આવ્યો હતો.


દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે બુધવારે કહ્યું હતું કે, કોવિડ-૧૯ના પ્રકાર જેએન.૧નો પહેલો કેસ દિલ્હીમાં પ્રકાશમાં આવ્યો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, જિનોમ સિક્વન્સિંગ માટે ત્રણ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી એકે જેએન.૧ વેરિઅન્ટની પુષ્ટિ કરી હતી, જ્યારે બાકીના બેમાં ઓમિક્રોનની હાજરી હોવાનું બહાર આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application