રાજ્યમાં વકરતો કોરોના: શૈક્ષણિક કાર્ય બંધ: પરીક્ષાઓ ચાલુ

  • March 19, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના ના કેસ ને કારણે રાજ્ય સરકારે વિવિધ પ્રતિબંધ લગાવવાનો ગઈકાલે નિર્ણય કર્યો છે જેમાં અમદાવાદ અને સુરતમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે.આજથી શરૂ થતી પરીક્ષાઓને લઈને વાલી અને વિદ્યાર્થીઓમાં એક અસમંજસ હતી ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની 8 મહાનગરોમાં શાળા-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણાવવામાં આવશે. અને વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ઓનલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 


રાજ્યમાં કોરોનાની મહામારી ફરી માથું મૂકી રહી છે ત્યારે રાજ્ય સરકારે 8 મહાનગરપાલિકાની શાળાઓ 10 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે. આજથી 10 એપ્રિલ સુધી તમામ શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવશે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ની પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે જેની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

 


આ બધા વચ્ચે ફેબ્રુઆરી માસથી શરૂ થયેલા ટ્યુશન ક્લાસ ચાલુ રહેશે કે બંધ તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી 8 મહાનગરોમાં શાળા કોલેજ નું ફિઝિકલ શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ટ્યુશન ક્લાસ ચાલુ રહેશે કે બંધ રહેશે તેની કોઇ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી નથી.

 


રાજ્યમાં કોરોનાની મહામારી માથું જઈ રહી છે છેલ્લા 24કલાક દરમિયાન રાજ્યમાં 1276 કેસ નોંધાયા છે અને ત્રણના મૃત્યુ થયા છે. રાજ્યની 8 મહાનગરપાલિકામા કોવીડ-19ના રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમયમયર્દિામાં રસીકરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 24,13,350લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.5,67,671 લોકોએ બીજો ડોઝ લીધો છે 60વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષ વચ્ચે ગંભીર બીમારી ધરાવતા કુલ1,37,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે .રાજ્યમા અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર થઇ હોવાનું જોવા મળતું નથી.

 


જી.પી.એસ.સી. તમામ પરીક્ષા યથાવત
જીપીએસસી દ્વારા ચાલી રહેલા વિવિધ ઇન્ટરવ્યૂ તમામ ભરતી પરીક્ષા ના શિડયુલ યથાવત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ રવિવારે વર્ગ-1 અને વર્ગ-2 ની સ્પધર્ત્મિક પરીક્ષા યોજાઈ રહી છે સ્પધર્ત્મિક પરીક્ષા યથાવત રહેશે કોરોના કાળમાં લાંબા સમય બાદ ભરતી પરીક્ષાઓ શરૂ થઇ છે છેલ્લા છ મહિનાથી તનતોડ મહેનત કરી રહેલા સેંકડો ઉમેદવારોની મહેનત એળે ન જાય તે માટે જીપીએસસી દ્વારા આ કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

 

મેડિકલ થર્ડ યરની પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ
સમગ્ર રાજ્યની જુદી-જુદી મેડિકલ કોલેજોમાં થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, જેમની થિયરીની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા બાકી છે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષા હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા તમામ વિદ્યાર્થીઓએ કોવિડ ડ્યૂટી માટે ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનું રહેશે.  આ કામગીરી માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના ફેકલ્ટી ડીન સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યની જુદી-જુદી મેડિકલ કોલેજોમાં થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, જેમની થિયરીની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા બાકી છે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષા હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા તમામ વિદ્યાર્થીઓએ કોવિડ ડ્યૂટી માટે ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS