ભાવનગર શહેરના અન્ય વિસ્તારોમાં કોરાનાનો પગ પેસારો : નવા છ કેસ

  • June 30, 2020 10:14 AM 226 views

હિરા ઉદ્યોગમાં કેસનું સતત વઘતું પ્રમાણ 

ભાવનગર જિલ્લામા ગઈ કાલે બપોરે ૧૨ સુધીમાં શહેરના જ ૪ કેસ નોંધાયા બાદ શહેરના કાળીયાબીડ વિસ્તારનો વધુ એક અને મહુવાનો અેક મળી બે પોઝિટિવ કેસ મંગળવાર સવાર સુધીમાં જાહેર થયા છે. કાલના કુલ 6 નવા કોરોના પોઝીટીવ કેસ સાથે શહેર - જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 248 થઈ છે. એટલે કે અઠીસો થવા આવી છે. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ અને સમરસ હોસ્ટેલમાં શરૂ કરવામાં આવેલ કોરોના કેર સેન્ટરમાં મળી 71 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે હિરા ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકોમાં કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

ગઈ કાલે કાળીયાબીડ વિસ્તારમાં કોરોનાએ એન્ટ્રી સાથે જ ત્રણ કેસ કર્યો છે. પટેલ પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા 64 વર્ષીય જીવરાજભાઈ ઈટાળીયા,  ગોકુલધામ સોસાયટી, વિરાણી સર્કલ ખાતે રહેતા 54 વર્ષીય રમેશભાઈ હાવલીયા અને  કાળિયાબીડ વિરાણી સર્કલ ઓશિયન પાર્કની શેરી નં.3, સી-2058માં રહેતા 41 વર્ષના અરવિંદભાઈ ઈટાલિયા જેઓ સીદસર રોડ પર  ગુરૂઆશિષ બિલ્ડીંગમાં હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા તેઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

આ ઉપરાંત મહુવાના ભગવતી-૨ સોસાયટી ખાતે રહેતા 27 વર્ષીય લાલજીભાઈ બાંભણીયાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ મહુવા એટીવીટી સેન્ટર ખાતે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેમને 27ના રોજ સામાન્ય લક્ષણો જણાતા સ્થાનિક ડોક્ટર પાસે સારવાર કરાવી પરંતુ સુધારો ન થતા 28 જૂનના રોજ સર.ટી હોસ્પિટલમાં દાખલ થયેલા જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  જિલ્લામા નોંધાયેલા 248 કેસ પૈકી હાલ 71 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 160 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. જિલ્લામા 13 દર્દીઓનું અવસાન થયેલ છે.

   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application