કોપર હાઈટ્સમાં 9 પોઝિટિવ: 46ને લક્ષણ: સેમ્પલ લેવાયાં

  • March 19, 2021 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એપાર્ટમેન્ટને માઈક્રો કન્ટમેંન્ટ ઝોન જાહેર કરાયું: પાંચ બિલ્ડિંગમાં આવેલા કુલ 140 ફલેટમાંથી 9 પોઝિટિવ કેસ મળ્યા બાદ 46ને લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા: અલગ-અલગ ફલોર પરથી કેસ મળ્યા: આજુબાજુના એપાર્ટમેન્ટ અને વિસ્તારોમાં પણ ચેકિંગ

 


પચ્છિમ રાજકોટના વોર્ડ નં.9ના પોશ વિસ્તાર સાધુ વાસવાણી માર્ગ પર આવેલા કોપર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ મળી આવતાં મહાપાલિકા તંત્રનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. દરમિયાન ત્યાં આગળ કોન્ટેકટ ટ્રેસીંગ કરાતાં વિવિધ 46 લોકોને લક્ષણો જણાતા તે તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના  સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તા.15ના રોજ કોપર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો મળી હતી જેમાં આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી આરોગ્ય શાખાની ટીમ દ્વારા એપાર્ટમેન્ટમાં કોન્ટેકટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ શ કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાનમાં જે પરિવારમાં પ્રથમ કેસ આવ્યો તે પરિવાર ઉપરાંત તેમની સાથે સંકળાયેલા અન્ય બે પરિવારોમાંથી 8 કેસ મળ્યા હતા જે મુજબ તા.15થી આજે તા.19 સુધીમાં કુલ 9 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. એક જ એપાર્ટમેન્ટમાંથી 9 કેસ મળતાં જે પરિવારમાંથી કેસ મળ્યા છે તે પરિવારોની સાથે સંકળાયેલા તેમજ તેમની આજુબાજુના ફલેટમાં રહેતા પરિવારોમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

 


કોરોના ગાઈડલાઈન્સની અમલવારીના ભાગપે હાલ આ એપાર્ટમેન્ટને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ સર્વેલન્સ શ કરાયું છે.

 

 

મહાપાલિકામાં આજથી દરરોજ સાંજે કોવિડ પ્રભારીઓની બેઠક
રાજકોટ મહાપાલિકામાં આજથી દરરોજ સાંજે ફરી અગાઉની જેમ જ ત્રણેય ઝોનના કુલ 18 વોર્ડના કોવિડ પ્રભારીઓની બેઠક યોજવામાં આવશે. દરરોજ સાંજે 6 કલાકે તમામ વોર્ડના કોવિડ પ્રભારીઓએ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે હાજર રહેવાનું રહેશે અને તેમના વોર્ડની સ્થિતિનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.

 

 

માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાનું આજથી ફરી શરૂ કરાયું
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજથી ફરી માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાનું શ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા એકાદ મહિનાથી આ પ્રક્રિયા બંધ હતી દરમિયાન આજે સાધુ વાસવાણી રોડ પરના કોપર હાઈટ્સ એપાર્ટમેન્ટમાંથી 9 કેસ મળતાં આ એપાર્ટમેન્ટને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

 

 

કોરોનાના કેસ વધતા વેક્સિનેશનનો સમય સવારે 9થી રાત્રે 9 સુધી કરાયો
રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધવા લાગતા વેક્સિનેશનની ઝડપ પણ વધારી દેવામાં આવી છે. અગાઉ ઓફિસ અવર્સ દરમિયાન જ મતલબ કે સવારે 10થી સાંજે 6 સુધી જ વેક્સિનેશનની કામગીરી કરાતી હતી જેનો સમય વધારાયો છે અને હવે સવારે 9થી રાત્રે 9 સુધી વેક્સિનેશન કરાશે વર્તુળોએ જણાવ્યું હતું.

 

 

ફેમિલી બન્ચિંગ પેટર્નના કેસ મળ્યા છે, 3 પરિવારમાં 9 કેસ છે: ડો.લલિત વાંઝા
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાંઝાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાધુ વાસવાણી રોડ પરના કોપર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં કોરોના સંક્રમણ થયું છે પરંતુ તેમાં ફેમિલી બન્ચિંગ પેટર્નથી કેસ મળ્યા છે. કુલ ત્રણ પરિવારોમાંથી 9 કેસ મળ્યા છે.

 


આજથી 48 ધનવંતરી રથ, 36 ટેસ્ટિંગ વ્હિકલ અને 104 વાન ફિલ્ડમાં કાર્યરત
રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન સર્વેલન્સ શ કરવામાં આવ્યું છે જે અંતર્ગત કોરોના ટેસ્ટ માટે 36 જેટલા કોવિડ ટેસ્ટ વ્હિકલ્સ તેમજ રાજ્ય સરકારની 19 જેટલી 104 વાન શહેરના ત્રણ ઝોનના 18 વોર્ડમાં કાર્યરત કરી દેવાઈ છે.

 


રૈયા ચોકડી અને કેકેવી ચોકમાં કાલથી જાહેર ટેસ્ટ બૂથ ફરી શરૂ કરવામાં આવશે
રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા હવે જાહેર ટેસ્ટ બૂથ ફરીથી શ કરવા નિર્ણય લેવાયો છે જેમાં આરોગ્ય શાખા દ્વારા આવતીકાલથી રૈયા ચોકડી અને કેકેવી ચોકમાં પ્રાયોગિક ધોરણે જાહેર ટેસ્ટ બૂથ શ કરાશે.

 


21 મ્યુનિ.આરોગ્ય કેન્દ્રો, 5 હોસ્પિટલોમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહાપાલિકાના 21 આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલ સહિત કુલ 25 સ્થળોએ કોરોનાના એન્ટિજન ટેસ્ટ વિનામૂલ્યે થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે.

 

 

આરટી-પીસીઆર રિપોર્ટ બાદ કોન્ટેકટ ટ્રેસિંગ કરતાં કેસ મળ્યા: ડો.પી.પી. રાઠોડ
મહાપાલિકાની આરોગ્ય શાખાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.પી.પી. રાઠોડે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાધુ વાસવાણી રોડ પરના કોપર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં સૌપ્રથમ ફકત એક કેસ તા.15ના રોજ મળ્યો હતો જે આરટી-પીસીઆર રિપોર્ટ પરથી માલુમ પડયું હતું આથી ત્યારથી જ ગંભીરતા પારખી લઈને આરોગ્ય શાખાની ટીમે કોન્ટેકટ ટ્રેસિંગ શ કરતાં ત્રણ દિવસમાં કુલ 9 કેસ મળ્યા છે.

 


રાજકોટમાં હાલ 14 પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલ કાર્યરત: ડો.મનિષ ચુનારા
રાજકોટ મહાપાલિકામાં પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલોની કામગીરી સંભાળતા ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.મનિષ ચુનારાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધ્યું છે ત્યારે ટૂંક સમયમાં જાહેર ટેસ્ટ બૂથ શ કરાશે. હાલમાં રાજકોટ શહેર વિસ્તારમાં 14 પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. તદ્ ઉપરાંત સિવિલ હોસ્પિટલ પણ કાર્યરત છે. આ મુજબ કોવિડના દર્દીઓ માટે 15 હોસ્પિટલ ઉપલબ્ધ છે.

 


લક્ષણો જણાય તો તુરંત જ ટેસ્ટ કરાવવા મહાપાલિકાની અપીલ
રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી ઝડપભેર પ્રસરવા લાગ્યું છે ત્યારે મહાપાલિકા તંત્રએ જે કોઈ શહેરીજનોને કોરોનાનું એક પણ લક્ષણ જણાતું હોય તે તમામને વહેલામાં વહેલી તકે તેમનો પોતાનો તેમજ પરિવારજનોનો ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ કરી છે. તાવ, શરદી, ઉધરસ, ગળુ પકડાવું, શ્ર્વાસ રુંધાવો, થાક કે નબળાઈ લાગવી તેમજ સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો તેવા લક્ષણો જણાતા હોય તો તાત્કાલીક અસરથી ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં વિનામૂલ્યે એન્ટીજન ટેસ્ટ કરી આપવામાં આવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS