અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફ ફરી એકવાર તેના લિંગને લઈને વિવાદમાં છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ તેને પેરિસ ઓલિમ્પિક 2024માં રમવાની પરવાનગી આપી હતી, પરંતુ જ્યારે તેની પ્રથમ મેચ 1 ઓગસ્ટના રોજ થઈ ત્યારે તે ફરીથી વિવાદમાં આવી ગઈ હતી. ઈમાન ખલીફે ઈટાલીની એન્જેલા કેરિનીનો સામનો કર્યો હતો, જે માત્ર થોડીક સેકન્ડ ચાલી હતી અને કેરિનીએ મેચમાંથી ખસી ગઈ હતી અને રિંગ છોડવાનો નિર્ણય લીધો હતો. આ રીતે ઈમાન ખલીફની જીત થઈ હતી.
ઈટાલીની એન્જેલા કેરિની અને ઈમાન ખલીફ આજે, 1 ઓગસ્ટના રોજ પ્રથમ રાઉન્ડમાં આમને સામને થઈ હતી. 66 કિગ્રા વજન વર્ગની આ મેચ 46 સેકન્ડ ચાલી હતી. આ મેચને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક પુરુષ અને એક મહિલા વચ્ચેની મેચ હતી, કારણ કે ઈમાન ખલીફને 2023 બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ મેચના થોડા કલાકો પહેલા જ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) પાત્રતા નિયમો XY રંગસૂત્રો ધરાવતા એથ્લેટ્સને મહિલા ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરતા અટકાવે છે. જોકે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના નિયમો અનુસાર તેને પેરિસમાં સ્પર્ધા માટે લાયક ગણવામાં આવી હતી.
એ જ રીતે, જો આપણે ઈમાન ખલીફ અને એન્જેલા કેરિની મેચ વિશે વાત કરીએ, તો 30 સેકન્ડ પછી કેરિની તેના કોચ પાસે તેના હેડગિયરને ઠીક કરવા ગઈ હતી, પરંતુ થોડો સમય આવું કર્યા પછી, તે રિંગમાં પાછી ફરી અને અટકીને તરત રિંગમાંથી બહાર નીકળી ગઈ. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા, આ બાદ ઈમાનને જીત અપાઈ અને ફરી એ જ વાત સોશિયલ મીડિયા પર ચાલી કે એક મહિલાને પુરુષ સામે લડવું પડ્યું. ભૂતપૂર્વ બ્રિટિશ બોક્સર એન્થોની ફોલરે આની નિંદા કરી છે.
તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, "તેઓ શા માટે પુરુષોને મહિલાઓ સામે સ્પર્ધા કરવાની મંજૂરી આપી રહ્યા છે? મેં હમણાં જ એક ટ્રાન્સ વુમનને મહિલા બોક્સરને એટલી હદે હરાવી હતી કે તેણે લગભગ 30 સેકન્ડમાં હાર માની લીધી હતી અને તેને ત્યાં પહોંચવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો, હું આ દુનિયાને ધિક્કારું છું."
એન્જેલા કેરિનીએ પોતે જણાવ્યું હતું કે તેણીના નાકમાં સખત દુખાવો થતાં તેણે લડવાની ના પાડી દીધી હતી. તેણે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે તે પુરુષ હોવાના કારણે તેણે મેચ છોડી દીધો છે. તેણે જણાવ્યું કે, "મારા માટે, આ હાર નથી. જ્યારે તમે રિંગ પર ચઢો છો, ત્યારે તમે પહેલેથી જ યોદ્ધા છો, તમે પહેલેથી જ વિજેતા છો. આજે રાત્રે હું હારી નથી...મેં માત્ર એક ફાઇટર તરીકે મારું કામ કર્યું છે. હું રિંગમાં લડી બસ હું સફળ ન થઈ શકી."
તેણે વધુમાં કહ્યું, “હું એક પરિપક્વ મહિલા છું. રિંગ મારું જીવન છે. હું હંમેશા ખૂબ જ સાહજિક રહી છું અને જ્યારે મને લાગે છે કે કંઈક ખોટું છે ત્યારે હું હાર માનતી નથી.” કેટલીક રમતોમાં, મહિલા સ્પર્ધાઓમાં ભાગ લેનાર ખેલાડીઓ માટે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર મર્યાદિત કરવામાં આવ્યું છે. ઈમાન ખલીફ ઉપરાંત, તાઈવાનની ડબલ વર્લ્ડ ચેમ્પિયન લિન યુ-ટીંગે પણ ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેણીનો બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો હતો કારણ કે તે પણ આ ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech