ભૂખ કન્ટ્રોલ કરવામાં મદદગાર છે આ રસોડામાં વપરાતા મસાલાઓ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણા લોકો ખાવાના ભાર શોખીન હોય છે પરંતુ પોતાનું વજના ન વધે તે માટે ભૂખ કન્ટ્રોલ કરવા માટે કોશિશ કરે છે. અને  ઘણા લોકો એવા હોય છે કે જે પોતાની ભૂખને કંટ્રોલ કરવા માટે વિવિધ પ્રકારના રસ્તા અપનાવતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક ખાસ પ્રકારના મસાલા કે જેને તમારા ભોજનમાં ભેળવવામાં આવે તો તેના કારણેતમે પણ તમારી ભૂખને કંટ્રોલ કરી શકો છો. સાથે સાથે તેની અંદર રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ તમારા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.


 તજ


નિયમિત રૂપે જો ભોજનમાં તજ ના મસાલા નો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારી ભૂખ કંટ્રોલમાં રહે છે. સાથે સાથે તમારા શરીરની અંદર વધી રહેલા શુગર લેવલ પણ નિયંત્રણમાં રાખી શકાય છે. તજનું સેવન કરવાના કારણે તમારું પેટ ભરેલું છે તેવો અહેસાસ થાય છે અને આથી જ તમે જરૂર કરતાં વધુ માત્રામાં ભોજન લેતા નથી જેથી કરીને તમારું સ્વાસ્થ્ય કાયમીમાટે સારું રહે છે.


આદુ


સામાન્ય રીતે આપણે એવું માનતા હોઇએ છીએ કે જરૂર કરતાં વધુ માત્રામાં આદુનું સેવન આપણા ભૂખને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ જો આદુનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે તમે તમારી ભૂખને કંટ્રોલ કરી શકો છો. તેની અંદર રહેલા અમુક ખાસ પ્રકારના કેમિકલ તમારા લોહીની અંદર ભળી જઈ શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને આથી જ તમને ભૂખ લાગતી નથી.


 લસણ


લસણનું સેવન તમારી ભૂખને કંટ્રોલ કરે છે લસણનું સેવન કરવાના કારણે તમારા મસ્તિષ્કને અમુક ખાસ પ્રકારના સંકેતો મળે છે કે જેથી કરીને તમને એવું લાગે છે કે તમારું પેટ ભરેલું છે.આ ઉપરાંત લસણનું સેવન તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે.


 તીખા


તીખાનું સેવન તમારા ભૂખને કંટ્રોલ કરવા માટે જ નહીં પરંતુ સમગ્ર શરીરને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે. નિયમિત રૂપે બનાવવામાં આવતા શાક ની અંદર જો તીખા ના પાવડર નો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારી પાચન શક્તિ યોગ્ય રીતે કાર્ય કરે છે અનેતમે ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે.


લીલા મરચા


લીલા મરચા સામાન્ય રીતે દરેક લોકોના ભોજનનો સ્વાદ વધારતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે લીલા મરચાનું સેવન કરવાના કારણે તમારું પેટ ભરેલું હોય તેવું લાગે છે. અને આથી જ તમે જરૂર કરતાં વધુ માત્રામાં ભોજન લેતા નથી અને તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS