પ્રવાસી મજૂરોની સહાય માટે કેન્દ્ર સરકારના 20 કંટ્રોલરૂમ

  • April 21, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફોન કરીને પણ મજૂરો પોતાની સમસ્યા જણાવી શકશે, મજૂરોની હીજરત અટકાવવા પ્રયાસ

 દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ખતરનાક બની ગઈ છે ત્યારે તેનો મુકાબલો કરવા માટે અલગ-અલગ રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ગભરાઈને મજૂરોએ પલાયન શરૂ કર્યું છે પરંતુ તેને અટકાવવા માટે કેન્દ્ર સરકાર સક્રિય થઈ ગઈ છે.

 


કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસી મજુરો ની સહાયતા માટે 20 કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે અને મજૂરો આ કેન્દ્રો નો સંપર્ક કરીને પોતાની સમસ્યા જણાવી શકશે અને તેનો હલ પણ નીકળી જશે તેમ સરકારના વર્તુળો એ જાહેર કર્યું છે.

 


કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સંબંધિત રાજ્ય સરકારની મદદથી આવા કંટ્રોલરૂમ તરત જ મજૂરોની સમસ્યાનું નિવારણ કરશે. મજૂરો ઈ-મેલ, વોટ્સએપ દ્વારા તેમજ મોબાઇલ ફોન મારફત પોતાની સમસ્યા કંટ્રોલરૂમને તરત જ જણાવી શકશે.

 


આવા કંટ્રોલ રૂમ અમદાવાદ અજમેર ચંદીગઢ ચેન્નાઈ દિલ્હી કાનપુર મુંબઈ કોલકાતા નાગપુર અને પટણા વગેરે શહેરોમાં ખોલવામાં આવ્યા છે તેવી માહિતી શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે અને આમ કરીને અલગ અલગ રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસી મજૂરો દ્વારા થઈ રહેલા પલાયનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેર દિનપ્રતિદિન વધુને વધુ ઘાતક બની રહી છે અને એક પછી એક રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પ્રકારના પ્રતિબંધો મુકવામાં આવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓ મજૂરો ગભરાઈ ગયા છે અને રોજીરોટી ની ચિંતા સાથે પોતાના મૂળ વતન તરફ ભાગી રહ્યા છે અને અત્યાર સુધીમાં અગણિત મજૂરો પલાયન કર્યું છે અને આ ગભરાટ ભરી દોડાદોડી ને અટકાવવા માટે શ્રમ મંત્રાલય સક્રિય થઇ ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News