સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની સેવા પર નિયંત્રણ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ ૭ડો. એમ.સી.ચાવડાએ પ્રજાજનોને એક અપીલ કરી જણાવ્યું હતું કે કોરોના વાઈરસને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે ઈમરજન્સી સિવાયની સર્જરી, ઓપરેશન, ઉમરનાં દાખલા, ફિટનેસ સર્ટિફિકેટ,જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્ટિફિકેટ સહિતની તબીબી સેવાઓ તા. ૩૧-૦૩-૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવી છે. 


ડાયાબિટીસ બ્લડપ્રેશર જેવી બીમારી માટે સિનિયર સિટીઝનો કે જેમને કોઈ તકલીફ નથી માત્ર ચાલુ દવા લેવાની હોય તો પરિવારના કોઈ સ્વસ્થ સભ્યને મોકલીને રૂમ નં.૦૪ માંથી એક માસની ચાલુ દવા જુના કેસપેપર સાથે લાવીને લઈ જઈ શકે છે. તેમજ નજીવી બીમારીના સંદર્ભે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી દવા લઈ લેવી. તેમજ કોઇવ્યક્તિ પરદેશથી કે રોગગ્રસ્ત એરિયામાંથી આવેલા હોય તો હેલ્પલાઇન નં. ૦૨૮૧-૨૪૪૪૬૮૦ અને ૨૪૫૬૩૪૨ પર સંપર્ક કરવો,કોરોના વાયરસથી ગભરાવવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલમાં ૨૪કલાક તબીબી ટીમો અને સ્ટાફ ખડેપગે સેવામાં તૈનાત કરવામાં આવ્યા છે તેમ યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS